હાલારમાં અસહ્ય ગરમી સાથે તાપમાન 38.1 ડીગ્રી

April 21, 2017 at 2:07 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે ફરીથી સુર્યદેવતાએ અગનગોળા વરસાવ્યા હતા, એક દિવસમાં તાપમાનમાં ફરીથી બે ડીગ્રીનો વધારો થયો હતો તેની સામે હવામાં ભેજ પણ 85 ટકા થઇ જતા જામનગરનું તાપમાન 38.1 ડીગ્રીએ પહાેંચી ગયું હતું અને જામનગર સહિત કેટલાક ગામડાઆેમાં પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી ચાલી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં વિજકાપથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

એરફોર્સના હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38.1 ડીગ્રી, આેછામાં આેછુ તાપમાન 25.7 ડીગ્રી, હવામા ભેજ વધુમા વધુ 85 ટકા, આેછામાં આેછો 25 ટકા જયારે પવનની ગતી 45 કીમી પ્રતી કલાક રહેવા પામી હતી. જે રીતે હાલારમાં ગરમીનો પ્રવાહ શરૂ થયો છે તે જોતા લોકો ખરેખર અકળાઇ ઉઠે છે એટલું જ નહી બપોરના ધોમધખતા તાપમાં લોકો કામ કરી શકતા નથી, હાલારના ખેડુતોને ખેતરોમાં ખેત મજુરી કરવામાં ખુબ જ તકલીફ પડે છે અને કારાખાનામાં કામ કરતા મજુરોને પણ અસü તાપ લાગે છે તેવા અરસામાં તાપમાન વધતુ જાય છે, જો કે અન્ય શહેરોમાં તાપમાન 41 થી 43 ડીગ્રી રહ્યા કરે છે તેના કરતા જામનગરમાં હજુ પણ 5 થી 6 ડીગ્રી તાપમાન આેછું છે તે ફાયદાકાર છે પરંતુ હવામાં ભેજ 85 થી 95 ટકા વચ્ચે રહેતો હોય વાતાવરણમાં હજુ પણ બફારો જોવા મળે છે.

અસü ગરમીના કારણે હાલારનું જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે, ગઇકાલે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસ્યા હોય તેમ લાગતુ હતું, બપોરના 11 થી 5 દરમ્યાન સખત લુ વરસી હતી, કલ્યાણપુર, જામજોધપુર, કાલાવડ, ખંભાળીયા, ભાણવડ, લાલપુર, ધ્રાેલ, જોડીયા, ભાટીયા, ફલ્લા, સલાયા સહિતના ગામોમાં ભારે ગરમી જોવા મળી હતી. આમ આજ સવારથી વાતાવરણમાં લુ જોવા મળી હતી.

print

Comments

comments

VOTING POLL