હાલારમાં આજે પણ મેઘ મહેર યથાવતઃ 1 થી 3 ઇંચ વરસાદ

July 17, 2017 at 2:13 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત રહી છે, આજે સવારે ભાટીયામાં ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં જયારે ફલ્લામાં પણ 3 ઇંચ વરસાદ થયો છે, ફલ્લા નજીકનો કંકાવટી ડેમ ફરીથી આેવરફલો થતાં તંત્ર એલર્ટ બની ગયું છે, જામવણથલીમાં 2ાા અને ધ્રાેલમાં સવારે 12 વાગ્éા સુધીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે ટુપણીમાં અને જામકલ્યાણપુર ખાતે ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકયો છે, જામનગર અને જામજોધપુરમાં પણ આજે સવારે એક ઇંચ વરસાદ પડયો છે, જયારે ખંભાળીયા અને ભાણવડમાં અડધો-અડધો ઇંચ, તેમજ દ્વારકામાં વરસાદના ભારે ઝાપટા પડયા છે, રંગમતી ડેમનો એક દરવાજો ખોલવામાં આવતાં નિચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે અને પરિિસ્થતિ વણશે તો એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ધ્રાેલ-જોડિયા પંથકમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ 65 ટકા ભરાઇ ગયું છે અને ઘડીયાળી કુવો પણ ડુબી ગયો છે, જયારે રણજીતસાગર ડેમની સપાટી 19 ફºટે અને સસોઇની સપાટી 16.5 ફºટે પહાેંચી છે. ગામડાઆેમાં નિચાણવાળા વિસ્તારમાં ગમે ત્યારે પુર આવે તેવી િસ્થતિ હોય કામ સિવાય લોકોએ નદીના પટ્ટમાં નિચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવતા તંત્ર સચેત બની ગયું છે. ધ્રાેલથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજે વહેલી સવારે ભારે વરસાદ શરૂ થયો છે અને 10 વાગ્éા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, કેટલાક નિચાણવાળા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે. ભાટીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે ભાટીયામાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારે 7 થી 10માં ફરીથી અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે, નીચાણવાળા વિસ્તારમાં ગોઠણબુડ પાણી ભરાયા છે અને આ લખાય છે ત્યારે પણ ભારે મેઘાવી માહોલ જોવા મળે છે. ગઇકાલે કલ્યાણપુર, રાવલ, લાંબા, મેવાસા સહિતના ગામોમાં બે થી ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો છે અને આ વરસાદથી ભાટીયા ગામનું કેસરીયા તળાવ આેવરફલો થઇ ગયું છે, ગઇકાલે ભાણવડમાં પોણો ઇંચ, દ્વારકામાં એક ઇંચ અને ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. આજે સવારે 7 વાગ્éે પુરા થતાં 24 કલાક દરમ્યાન કુલ વરસાદના આંકડા જોઇએ તો ભાણવડ 387 મીમી, દ્વારકા 124, કલ્યાણપુર 327, ખંભાળીયા 385, ધ્રાેલ 313, જામજોધપુર 231, જામનગર શહેર 373, જોડિયા 551, કાલાવડ 306, લાલપુર 312 મીમી વરસાદ પડયો છે, આ તમામ આંકડા આજ સવારના 7 વાગ્éા સુધીના આ મોસમના છે તેમ કન્ટ્રાેલ રૂમે જણાવ્યું છે. જામવણથલીથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાળા ડીબાંગ વાદળો વચ્ચે આજે સવારે ભારે વરસાદ પડયો છે અને 10 વાગ્éા સુધીમાં લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂકયો છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલું છે. જામનગર શહેરની વાત લઇએ તો જામનગર શહેરમાં આજે સવારે 7 વાગ્éાથી વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો પરંતુ 10 વાગ્éા સુધીમાં એક ઇંચ વરસાદ થયો હોવાનું કન્ટ્રાેલ રૂમે જણાવ્યું છે, જો કે આ વરસાદના આંકડા પણ શંકાસ્પદ હોવાનું લોકોનું કહેવું છે, જે રીતે વરસાદ પડયો તે જોતાં લગભગ બે થી અઢી ઇંચ વરસાદ પડયો હશે તેમ લોકોનું કહેવું છે. ગઇકાલે રવિવારે રજાનો દિવસ હોય રણજીતસાગર, સસોઇ ડેમ અને તળાવની પાળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં, જામનગર મહાપાલિકા દ્વારા લોકો પાણી જોઇ શકે તે માટે તળાવના ગેઇટ ખોલી નાખવામાં આવ્éા હતાં અને બે દિવસથી કોઇની ટીકીટ પણ લેવામાં આવી ન હતી. આજે સવારે જામનગરમાં વરસાદ શરૂ થતાં સાવચેતીના ભાગરૂપે જ મોટાભાગની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી, જો કે વિદ્યાથ}આે અમુક સ્કુલે ગયા બાદ માત્ર અડધા કલાકમાં જ રજા આપી દેવામાં આવતા વિદ્યાથ}આે અને વાલીઆે ભારે પરેશાન થયા હતાં, રાજયના હવામાન ખાતાના જણાવ્éા મુજબ આગામી 48 કલાક દરમ્યાન જામનગર સહિત સમગ્ર હાલારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી શકયતા હોય તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ભાટીયામાં ટ્રાન્સફોર્મર પર વિજળી પડતા નુકસાન

મેઘરાજાએ આજે સવારે કડાકા ભડાકા સાથે ભાટીયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસાવતા ચારેકોર પાણી ભરાયા છે આજે સવારે ભાટીયામાં એકાએક ટ્રાન્સફોર્મર પર વિજળી ત્રાટકતા ટ્રાન્સફોર્મર બળી ગયુ છે અને કેટલાક વિસ્તારમાં વિજળી ખોરવાઇ ગઇ હતી.

print

Comments

comments

VOTING POLL