હાલારમાં શિયાળો જામ્યોઃ તાપમાન 12.4 ડીગ્રી

December 1, 2017 at 1:24 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીનું પ્રમાણ જળવાઇ રહયુ છે, છેલ્લા ચાર દિવસથી તાપમાન 12 થી 13 ડીગ્રી વચ્ચે રહયા કરે છે, ધીરે ધીરે શિયાળાએ જમાવટ કરી છે, ગામડાઆેમાં પણ શિયાળા જેવા વાતાવરણને કારણે બજારો વહેલી બંધ થઇ જાય છે, ઠંડા પવનના સુસવાટા સાથે જામનગરનું તાપમાન 12.4 ડીગ્રીએ પહોચ્યુ હતું. ચુંટણીના સમયે વાતાવરણમાં ગરમાવો આવ્યો છે અને લોકો હવે ધીરે ધીરે મોડી રાત સુધી બજારમાં ગરમ કપડા પહેરીને ફર્યા કરે છે. એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ આેછામાં આેછુ તાપમાન 12.4 ડીગ્રી, વધુમા વધુ તાપમાન 30.0 ડીગ્રી, હવામા ભેજ આેછામાં આેછો 21 ટકા, વધુમા વધુ 100 ટકા, પવનની ગતી 10 થી 20 કીમી પ્રતી કલાક રહેવા પામી હતી, ઠંડીને કારણે જનજીવન ઉપર ભારે અસર થઇ છે, એટલુ જ નહી સવારના ટ્રેન અને બસ વ્યવહારમાં પણ મુસાફરોની સંખ્યા સાવ ઘટી ગઇ હતી, 10-30 વાગ્યા બાદ ધીરે ધીરે મુસાફરો બસોમાં આવી રહયા છે, ગામડાઆેમાં પણ આ જ હાલત જોવા મળી છે. હાલારના ગામડાઆે અને તાલુકા મથકોએ પણ ઠંડીની અસર જોવા મળી છે, કાલાવડ, ખંભાળીયા, ભાણવડ, લાલપુર, કલ્યાણપુર, ધ્રાેલ, જોડીયા, ભાટીયા, ફલ્લા, સલાયા, જામજોધપુર, રાવલ સહિતના ગામોમાં પણ ઠંડીના કારણે ધીરે ધીરે રોગચાળો વધી રહયો છે. એક બાજુ ચુંટણી આવી રહી છે લોકો ઠંડીના કારણે વહેલા બહાર નીકળતા ન હતા, પરંતુ ઠેર ઠેર પાર્ટીઆે થતી હોય લોકો ધીમે ધીમે બહાર નીકળી રહયા છે. રાત્રે ગરમ ગાંઠીયા, ભજીયા પાર્ટી પણ ગોઠવવામાં આવી રહી છે, લોકો કાવા અને ચા, કોફીના સહારે કાર્યાલયોમાં મોડી રાત સુધી જાગતા રહે છે.

print

Comments

comments

VOTING POLL