હાલારમાં સુર્યદેવતા આકરા પાણીએઃ તાપમાન 36.5 ડીગ્રીએ પહોંચ્યું

February 17, 2017 at 2:16 pm


સમગ્ર હાલારમાં બે દિવસથી શિયાળાને બદલે ઉનાળા જેવુ વાતાવરણ શરૂ થઇ ચુકયુ છે અને મહતમ તાપમાન 30 ડીગ્રીને આંબીને ગઇકાલે 34 અને આજે 36.5 ડીગ્રીએ પહોચી ગયુ છે ત્યારે હવે ખરેખર ઉનાળો જામ્યો હોય તેવુ લાગ્યુ છે પરંતુ રાજયના હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આવતીકાલથી ફરીથી ઠંડીનો એક વધુ રાઉન્ડ શરૂ થઇ જશે એટલે કે થોડી સમય હજુ રાજયમાં ઠંડીનો ચમકારો રહેશે, ગઇકાલે જામનગર ફેબ્રુઆરી માસમાં રેકોર્ડબ્રેક આ સીઝનમા રહયા બાદ ફેબ્રુઆરી માસમા છેલ્લા 40 વર્ષમા કોઇ દિવસ તાપમાન 36.5 ડીગ્રીએ પહાેંચ્યુ નથી એટલે કે ગઇકાલે 34.4 ડીગ્રીનો રેકોર્ડ તોડીને તાપમાને પોતાનો જ નવો રેકોર્ડ સ્થાપ્યો છે આજ સવારથી જ હાલારમાં ભારે ગરમીનો માહોલ શરૂ થયો છે. એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમા વધુ તાપમાન 36.5 ડીગ્રી, આેછામાં આેછુ 20 ડીગ્રી, હવામા ભેજ 87 ટકા અને પવનની ગતી 5 થી 10 કીમી પ્રતી કલાક રહી હતી, હાલારમાં સુર્યદેવતા ખુબ જ આકરા પાણીએ થઇ ગયા છે, સવારના 8 વાગ્યાથી જ ગામડાઆેમાં ગરમીનો માહોલ જોવા મળે છે અને 11 થી 5 દરમ્યાન તો ભર ઉનાળો હોય તેવુ વાતાવરણ શરૂ થઇ ગયુ છે. આકાશમાંથી અગનગોળા આજે પણ વરસી રહયા છે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહીનામા 30 ડીગ્રી નીચે તાપમાન હોય છે અને આ અંગેનો રેકોર્ડ પણ કલેકટર કચેરીના હવામાન ખાતા પાસે હોય છે, ગઇકાલે 34.4 ડીગ્રી તાપમાન રહયુ તેથી એક નવો રેકોર્ડ થઇ ગયો અને આજે તા. 17 ફેબ્રુ. ના રોજ 36.5 ડીગ્રીએ તાપમાન પહોચતા 40 વર્ષમાં એક નવો જ રેકોર્ડ સજાર્યો છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર, ધ્રાેલ, જોડીયા, ભાણવડ, સહિતના ગામોમા પણ ગઇકાલે સુર્યદેવતા આકરા પાણીએ દેખાયા હતા, એક તરફ લગ્ન સરાની સીઝન ચાલી રહી છે, એવા સમયે જ એકાએક ગરમી શરૂ થઇ જતા લોકોને પણ નવાઇ થઇ હતી સામાન્ય રીતે એવી કહેવત છે કે હોળીનો તાપ લઇને ઠંડી ઘટી જાય છે અને ધીરે ધીરે ઉનાળાની સાચી શરૂઆત થાય છે પરંતુ આ વખતે શિયાળો પણ મોળો શરૂ થયો, દસ દિવસ સુધી ઠંડી પણ સારી પડી પરંતુ બે જ દિવસમાં તાપમાન 10 ડીગ્રી વધી ગયુ અને અઠવાડીયામાં તો તાપમાન 13 ડીગ્રી વધી ગયુ મહતમ તાપમાન 36.5 ડીગ્રી થઇ ગયુ ત્યારે લઘુતમ તાપમાનનો પારો પણ આજે 20 ડીગ્રીએ પહોચી ગયો તે પણ નવાઇની વાત છે ઠંડી ગરમીની મિશ્ર સીઝન વખતે જ આકાશમાંથી આગ વરસી રહી છે જો આમને આમ રહેશે તો વધુ ગરમી પડશે પરંતુ હવામાન ખાતુ કહે છે કે હજુ પણ ઠંડી ચાલી ગઇ નથી એટલે કે આવનારા દિવસોમાં હજુ ઠંડીનુ જોરદર રાઉન્ડ શરૂ થવાનુ બાકી છે.

print

Comments

comments

VOTING POLL