હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા માટે સમિતિની રચના

December 7, 2017 at 11:27 am


આઠ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા માટે રાષ્ટ્રીય લઘુમતિ પંચે ત્રર સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિ ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે.
આ સમિતિ જમ્મુ-કાશ્મીર, પંજાબ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરન, નગાલેન્ડ અને લક્ષદ્વિપમાં હિન્દુઓની સંખ્યા, સ્થિતિ અને તેના અન્ય પાસાઓ સાથે જોડાયેલા મુદ્દાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત લઘુમતિનો દરજ્જો આપવાની વ્યાવહારિક અને બંધારણીય સંભાવનાઓ પર વિચાર કરશે. આ રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા 50 ટકાથી ઓછી છે.
કમિટી એ વાતનો પણ અભ્યાસ કરશે કે અત્યાર સુધી છ લઘુમતિ સમાજોને કયા આધાર પર આ દરજ્જો આપવામાં આવ્યો છે. શું આ આઠ રાજ્યોમાં હિન્દુઓને અલ્પસંખ્યક દરજ્જો આપી શકાય તેમ છે ?
રચાયેલી સમિતિના પ્રમુખ જ્યોર્જ કુરિયન હશે. તે પંચના ઉપપ્રમુખ પણ છે. સુલેખા કુમ્બારે અને મનજીતસિંહ રાય પણ સભ્ય હશે. આ બન્ને લઘુમતિ આયોગના પણ સભ્ય છે. પંચના વધારાના સચિવ અજયકુમાર સમિતિના સચિવ હશે.

print

Comments

comments

VOTING POLL