હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું : 9મી નવેમ્બરે મતદાન

October 12, 2017 at 8:08 pm


ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની આજે જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનાે અંત આવી ગયો હતાે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં નવમી નવેમ્બરના દિવસે મતદાન થશે અને 18મી ડિસેમ્બરના દિવસે મતાેની ગણતરી થશે. આ વખતે રાજ્યમાં પણ આમા મતદાન મથકો ઉપર વીવીપેટનાે ઉપયોગ કરવામાં આવનાર છે. દેશમાં હિમાચલ પ્રદેશ એવું પ્રથમ રાજ્ય બનશે જ્યાં તમામ મતદાન મથકો પર વોટર વેરિફાઇડ પેપર આેડિટ ટ્રાયલનાે ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે હિમાચલ પ્રદેશમાં આચારસંહિંતા અમલી બની ગઈ છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે તારીખોની જાહેરાત કરી ન હતી જેની ચર્ચા રહી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે, રાજ્યમાં નિ»પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે મોટી તૈયારી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાપાયે અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવનાર છે. હિમાચલમાં ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષોમાં ગરમી જામી ગઇ છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ માટે રાજ્યના તમામ 7521 મતદાન મથકો ઉપર ગ્રાઉન્ડ ફ્લાેર પર જ મતદાનની પ્રક્રિયા રાખવાનાે નિર્ણય કયોૅ છે. તમામ પાેલિંગ સ્ટેશન પર દિવ્યાંગાે માટે ખાસ સુવિધા ગાેઠવવામાં આવી છે. મતદાન, ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા,

ચૂંટણી સભાને લઇને વિડિયોગ્રાફી કરવામાં આવશે. કાઉિંન્ટગ હોલમાં પણ વિડિયોગ્રાફી કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. દરેક ઉમેદવાર ચૂંટણી દરમિયાન 28 લાખ રૂપિયા સુધીનાે ખર્ચ કરી શકશે. ચૂંટણી પરિણામની જાહેરાતના 30 દિવસની અંદર ઉમેદવારોને ખર્ચ સાથે સંબંધિત વિગતાે આપવી પડશે. ચૂંટણી પંચની આ વખતે સાેશિયલ મિડિયા ઉપર પણ ચાંપતી નજર રહેશે. પેઇડ ન્યુઝ માટે ચૂંટણી પંચે જિલ્લા, રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીપંચ સ્તર સુધી ત્રિસ્તરીય કમિટિની રચના કરી છે. હાલમાં હિમાચલ પ્રદેશમાં કાેંગ્રેસની સરકાર છે. વતૅમાન મુખ્યમંત્રી વીરભદ્રિંસહ છ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. કાેંગ્રેસ પાટીૅ આ વખતે પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. હિમાચલ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આચારસંહિતા અમલી થઇ ગઇ છે જેથી હવે કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકાશે નહીં. 18મી ડિસેમ્બરના દિવસે હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશમા ંચૂંટણીને લઇને પહેલાથી જ ચૂંટણી પંચ દ્વારા આક્રમક તૈયારી કરવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, 2007 અને 2012માં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જુદી જુદી રીતે કરવામાં આવી હતી. ચૂંટણી પંચનું કહેવું છે કે, ભેલ અને ઇલેક્ટ્રાેનિક કોપાેૅરેશન આેફ ઇન્ડિયા પાસેથી 40 લાખ ઇવીએમ અને વીવીપેટ મળી જશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જુદી જુદી રીતે યોજવામાં આ બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પેઇડ ન્યુઝના સંદર્ભમાં દૂષણને રોકવા માટે ચૂંટણી પંચે કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય અને જિલ્લા સ્તરે અલગ કમિટિઆે બનાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સીસીટીવી કવરેજ અને બ્રાેડકાસ્ટ સુવિધા સાથે વિડિયોગ્રાફ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી કેમરાઆે, પ્રતિક અને ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા કરશે. હવામાનની કોઇપણ તકલીફ ન નડે તે માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતી વેળા બાબતાેને ધ્યાનમાં લેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં મતદાન અને મતાેની ગણતરી વચ્ચે વધારે અંતર રાખવામાં આવ્યું નથી.

print

Comments

comments

VOTING POLL