હિરા ઘસવા જવાનું કહેતા તરૂણ ઘરેથી ભાગી ગયો

February 13, 2018 at 12:15 pm


પિતાએ નીલમબાગ પોલીસમાં નાેંધાવી ફરિયાદ

શહેરના વડવા વિજય ટોકીઝ પાસે રહેતા તરૂણને તેના પિતાએ હીરા ઘસવા જવા અંગે ઠપકો આપતા તરૂણને લાગી આવતા ઘરેથી જાણ કર્યા વગર જતો રહેતા તરૂણના પિતાએ નિલમબાગ પોલીસમાં જાણ કરતા પોલીસે આઇપીસી કલમ 363 હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વડવા વિજય ટોકીઝ પાસે રહેતા કોળી પ્રવિણભાઇ ડાયાભાઇ ગોહેલએ છુટક મજુરી કામ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે.
શ્રમીક પ્રવિણભાઇએ ગત 25-1ના રોજ તેના 17 વર્ષના પુત્ર માધવને હીરા ઘસવા જવાના કામ બાબતે ઠપકો આપ્યો હત જેને લઇ રાત્રીના 8 વાગે માધવ ઘરેથી કપડા લઇ કોઇને જાણ કર્યા વગર જતો રહ્યાે હતો.
17 વર્ષની વયનો માધવ ઘરે કોઇને જાણ કર્યા વગર જતો રહેતા તેના પિતા પ્રવિણભાઇ ગોહીલએ નિલમબાગ પોલીસમાં જાણ કરતા પોલીસે આઇ.પી.સી. કલમ 363 મુજબ ગુનો નાેંધી વધુ તપાસ પી.આઇ. કે.જે.રાણાએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL