હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ કરનાર કુખ્યાત રજાક સોપારી સહિત આઠની ધરપકડ

February 14, 2018 at 3:10 pm


શહેરની ભાગોળે ઘંટેશ્ર્વર પાસે ૮ દિવસ પહેલા જામનગરના હિસ્ટ્રીશીટર પર ગોળીબારની ચકચારી ઘટનામાં પોલીસે મુખ્ય સુત્રધાર રજાક સોપારી સહિતના ૮ શખસોની ધરપકડ કરી હતી. બે માસ પહેલા પોતાના ભાણેજ પર થયેલા ખુની હુમલાનો બદલો લેવા રજાક અને તેની ગેંગે ઈકબાલ ઉર્ફે બાઠીયાની કાર પર બે રાઉન્ડ છોડયા હતા.

ગાંધીગ્રામ પોલીસના પીઆઈ એચ.આર.ભાટુએ જણાવ્યું કે, જામનગરમાં નાગેશ્ર્વર રોડ પાસે ગોમતીપુરામાં રહેતો ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક હત્યાની કોશિષના ગુનામાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં હતો. ગત તા.૬૨ના રોજ મોડીરાત્રે જામીન પર છૂટતા તે અને તેનો મિત્ર કારમાં જામનગર જતા હતા ત્યારે ગોળીબારની ઘટના બની હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા ઉ.વ.૪૨ રહે. જોડીયા ગુંગા, હુસેન દાઉદ ચાવડા ઉ.વ.૩૮, અમીન હુસેન નોતીયાર ઉ.વ.૩૯ અને સાદીક અબ્દુલ ઉર્ફે અભલ બુચડ રહે. સેટેલાઈટ સોસાયટી કાલાવડ નાકા બહારને પોલીસે વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છ તરફ જતા હાઈવે પાસે આવેલ ગારીડા ગામ પાસેથી ઝડપી લીધા હતા. આ ચારેય શખસો જેમાં જતા હતા તે સ્વીફટ કાર તથા એકસયુવી કાર પણ કબજે કરવામાં આવી હતી.

રજાક સહિતના ચાર શખસોની કડક પુછપરછ કરી બાકીના ચાર હુમલાખોરની ભાળ મેળવી પોલીસની ટુકડી ગઈકાલે સાંજે જામનગર રવાના થઈ હતી. તપાસ દરમિયાન આજે વહેલી સવારે ત્યાં પટેલ કોલોનીમાં આવેલ સંદીપ એપાર્ટમેન્ટ ખાતેથી આરોપી રેહાન ઈકબાલ બેલીમ પટણીવાડ, ઈલીયાસ બશીર મલેક કાલાવડ ગેઈટ, ઈમ્તીયાઝ અલારખા બ્લોચ મયુરનગર અને શાહબાઝ હુસેન કુંગડા પટેલ કોલોનીની ધરપકડ કરી હતી. ત્યાંથી પોલીસે આઈ–૨૦ કાર તેમજ એક પિસ્તોલ સાથે ૩ કાર્ટીસ કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે, બે માસ પહેલા ઈકબાલ ઉર્ફે બાઠીયાએ રજાક સોપારીના ભાણેજ પર ગોળીબાર કર્યેા હતો. એ કેસમાં ઈકબાલ જેલમાં હતો. તા.૬૨ના રોજ જામીન મળતા તે કારમાં બેસી જામનગર જતો હતો ત્યારે બદલો લેવા માટે રજાક સોપારી સહિતની ટોળકીએ બે રાઉન્ડ ગોળીબાર કર્યેા હતો.

print

Comments

comments

VOTING POLL