હું ફેશનની ગુલામ નથી : અનુષ્કા શર્મા

September 23, 2017 at 6:46 pm


અનુષ્કા ગઈ કાલે જુહુમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેને ફેશન વિશે પૂછતાં અનુષ્કાએ કહ્યું હતું કે મને ડ્રેસિંગ પસંદ છે. સારાં કપડાં પહેરવાનો મને પણ શોખ છે, પરંતુ હું ફેશનની ગુલામ નથી. તમારી પર્સનાલિટી મુજબ તમારે ફેશન અને સ્ટાઇલને પસંદ કરવી એ ખૂબ જ મહત્વનું છે. ફેશન ટ્રેન્ડ વિશે જાણવું એ સારી વાત છે, પરંતુ તમારા શરીર પણ કંઈ સારું ન લાગતું હોવા છતાં તમે એ પહેરો એ ખોટી વાત છે. મને ખબર છે કે મારા પર શું સારું લાગશે અને શું નહી. મારી ફેશન સેન્સ એકદમ સિમ્પલ અને કમ્ફર્ટેબલ છે.

print

Comments

comments

VOTING POLL