હેલ્થ બાદ ઈજનેર વિભાગમાં ફેરફાર : નવા હુકમ જારી

March 20, 2017 at 11:45 am


મ્યુનિસિપલ કમિશનર તરીકે ગત વર્ષે જૂલાઈ માસમાં પૂર્વ કમિશનર ડી.તારાનું સ્થાન સંભાળનારા મુકેશ કુમાર દ્વારા હેલ્થ વિભાગમાં સાગમટે બદલી કરવામાં આવ્યા બાદ સાૈથી વધુ જેની સામે વ્યાપક ફરીયાદો છેલ્લા થોડા વષોૅમાં ઉઠવા પામી છે તેવા ઈજનેર વિભાગમાં ધરમૂળથી ફેરફાર કરવાના આદેશ કરતા ઈજનેર વિભાગમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.કમિશનરે આસીસ્ટન્ટ સીટી ઈજનેરની 10 જગ્યાઆે સહીત કુલ 21 જગ્યા ઉપર ટેકનીકલ સુપરવાઈઝરોને બઢતી આપવા સાથે બદલીના આદેશ કર્યા છે.

આ અંગે મળતી માહીતી અનુસાર,મ્યુનિસિપલ કમિશનરે 17 માર્ચના રોજ ડેપ્યુટી હેલ્થ આેફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઆેની બદલી કરવાની સાથે હેલ્થ વિભાગમાં કુલ 31 કર્મચારીઆેની બદલી કરી હતીજે પછી ઈજનેર વિભાગ કે જેની સામે છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કમિશનરને પાેલ્યુશન અંગેની ફરીયાદો હલ નહીં કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો મળી હતી જેના આધારે મ્યુનિસિપલ કમિશનરે સતત બીજા દિવસે બદલી અને બઢતીનાે દોર જારી રાખવાની સાથે ઈજનેર વિભાગમાં જેની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે.

તેમના નિર્ણય પેિંન્ડગ રાખવાની સાથે ઈજનેર ખાતામાં આસીસ્ટન્ટ સીટી ઈજનેરની 10 જગ્યાઆે આસીસ્ટન્ટ ઈજનેરમાંથી તથા આસીસ્ટન્ટ ઈજનેરની કુલ 21 જગ્યા ઉપર ટેકનીકલ સુપરવાઈઝરમાંથી બઢતીથી નિમણૂંક સાથે બદલીના હુકમ કરતા ઈજનેર વિભાગમાં વષોૅથી ખાલી પડેલી જગ્યાઆે ભરવાની સાથે જ ઈજનેર વિભાગમાં કેટલાક જ ઈજનેરોની ચાલી રહેલી ઈજારાશાહીને તાેડી નાંખતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા આ આદેશોને પગલે ઈજનેર વિભાગમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.

સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર,આ બદલીમાં કરમશી દેસાઈ સામે ખાતાકીય તપાસ ચાલુ હોઈ તેમને બઢતી આપવાનાે નિર્ણય પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ઈજનેર વિભાગમાં આસીસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા યોગેશ મલ્હોત્રાને શોકોઝ નાેટીસ આપવામાં આવી હોઈ તેમની બઢતીનાે અને કિરીટ રાવલને તેમજ સંજય પટેલને બઢતી આપવાના નિર્ણયને ખાતાકીય તપાસ ચાલી રહી હોઈ કમિશનરે પેન્ડીંગ રખાવ્યો છે. આ સિવાય 10 જગ્યાઆે બઢતીથી ભરવામાં આવી છે. મળતી માહીતી અનુસાર,ઈજનેર વિભાગમાં ખાલી પડેલી 24 જગ્યાઆે બઢતીથી ભરવાની હોઈ 21 જગ્યાઆે બઢતી આપી ભરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL