હૈદરાબાદના યુવાને ગર્લફ્રેન્ડ સામે આબરું બચાવવા વિમાન હાઇજેકનો ઇ-મેલ મોકલ્યો

April 21, 2017 at 10:58 am


પોતાની ગર્લફ્રેન્ડ સાથે રજા ગાળવા માટેના પૈસા ન હોવાથી એમ. વામ્સી કૃષ્ણાએ તેને વિમાનની નકલી ટિકિટો મોકલી અને પછી પોતાની આબરૂ બચાવવા માટે મુંબઈ પોલીસને વિમાન હાઇજેક થવાનું હોવાની શકયતા દશર્વિતો ઇ-મેલ મોકલ્યો હતો, પણ તે પોલીસની જાળમાં ફસાઈ ગયો હતો.અહીંના મિયાપુર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ એજન્ટ તરીકે કામ કરનારા કૃષ્ણાને નાણાકીય સમસ્યા હતી. એટલે રજામાં મુંબઈ અને ગોવા ફરવા જવા માગતી પોતાની ગર્લફ્રેન્ડને પ્લેનની નકલી ટિકિટ મોકલાવી હતી. પછી તેણે એવો વિચાર કર્યો હતો કે જો વિમાન હાઈજેક થવાની ધમકીને પરિણામે ફલાઇટો રદ થાય તો તેની ગર્લફ્રેન્ડ કદાચ ફરવા જવાનું માંડી વાળે અને તે શરમજનક સ્થિતિમાં મુકાતો બચી જાય.

નાયબ પોલીસ કમિશનર (ટાસ્ક ફોર્સ) બી. લિમ્બા રેડ્ડીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ ધમકી ભર્યો ઇ-મેલ કૃષ્ણા દ્વારા મોકલવામાં આવ્યો હતો, પણ તેણે મહિલારૂપે મેલ મોકલાવી દાવો કર્યો હતો કે મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઇ વિમાનમથકેથી 23 જણનું એક જૂથ વિમાન હાઇજેક કરવાના છે. આ મેલને પગલે મુંબઈ પોલીસે ત્રણેય વિમાનમથક પરની સુરક્ષા એજન્સીઓને સાબદી કરી હતી.

સીઆઇએસએફએ તેની ક્વિક રિએકશન કમાન્ડોની ટુકડીને તરત જ કામે લગાવી હતી. વિમાનમથકે કવાયત હાથ ધરી હતી અને દરેક એરલાઇન્સને વધુ સતર્ક રહેવા જણાવ્યું હતું, એમ રેડ્ડીએ કહ્યું હતું.

આ ઇ-મેલ હૈદરાબાદથી મોકલવામાં આવ્યો હોવાની હૈદરાબાદ પોલીસ કમિશનરે ઇ-મેલનું પગેરું શોધી કાઢવા સૂચના આપી હતી. અમે આઇપી એડ્રેસ શોધી કાઢયું હતું અને ત્યારે એવું જાણવા મળ્યું હતું કે કૃષ્ણાએ એસઆર નગરમાં આવેલી ઇન્ટરનેટ કેફેમાંથી આ ઇ-મેલ મોકલ્યો હતો એમ આ ડીસીપીએ જણાવ્યું હતું.આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે ચેન્નઈસ્થિત ગર્લફ્રેન્ડે મુંબઈ અને ગોવા જવાનું સૂચવ્યું હતું. પણ વામ્સીને નાણાકીય સમસ્યા હતી, અને તે આ પ્રવાસનો ખર્ચ પહોંચી વળી શકે એમ નહોતો. તેથી તેેણે ગર્લફ્રેન્ડને આ ટ્રીપ રદ કરવાનું જણાવ્યું હતું, પણ તે માની નહીં. તેથી આ ટ્રીપ રદ થાય એ માટે તેણે યુક્તિ અજમાવી. એરપોર્ટ પર હાઇએલર્ટને કારણે ફલાઇટો રદ થઈ છે એમ ઠસાવવા માટે તેણે આ ઇ-મેલ કર્યો હતો.તેણે ગર્લફ્રેન્ડના નામે 16મી એપ્રિલની ચેન્નઇથી મુંબઈ વિમાનની નકલી ટિકિટ બનાવી અને તેને મોકલાવી. ત્યારબાદ તે ઈન્ટરનેટ કેફે ગયો અને ઈ-મેલ એડ્રેસ બનાવી તેણે મુંબઈ પોલીસ કમિશનરને ધમકીભર્યો ઇ-મેલ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL