હૈદરાબાદમાં જન્મી એશિયાની સૌથી નાની બાળકી, જન્મ સમયે હથેળીમાં સમાઈ જતી ‘ચેરી’

July 21, 2018 at 4:37 pm


હૈદરાબાદમાં એશિયાની સૌથી નાની બાળકીનો જન્મ થયો છે. 25 સપ્તાહ જ ગર્ભમાં રહેનાર આ બાળકીનો જન્મ થયો ત્યારે તે એક સ્માર્ટફોન જેટલી જ હતી અને તેનું વજન 375 ગ્રામ હતું. આ બાળકીના નામે જન્મની સાથે જ એશિયાની સૌથી નાની પ્રિ-મેચ્યોર બેબીનો રેકોર્ડ થઈ ગયો છે. આ બેબીનું નામ ચેરી રાખવામાં આવ્યું છે. હૈદરાબાદની રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેનો જન્મ 27 ફેબ્રુઆરીના રોજ થયો હતો. તે સમયે તેનું શરીર બે હથેળીમાં સમાઈ જાય તેટલું નાનું હતું. પ્રિ-મેચ્યોર ડિલીવરી પછી આ બાળકીનો જીવ બચાવવા તેને 128 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી. બાળકી બચે તેની શક્યતાઆે માત્ર 0.5 ટકા હતી પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…

print

Comments

comments

VOTING POLL