હોડિગમાં મોદી–શાહ–રૂપાણીના ફોટા પર કાળી શાહી લગાડાતાં વિવાદ

March 20, 2017 at 3:34 pm


શહીદ દિનની ઉજવણીના અનુસંધાને યુવા ભાજપ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફોટા સાથેના વિશાળ હોડિગ અન્ડરબ્રિજ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગરોડ સહિતના વિસ્તારોમાં લગાવી દેવાયા છે. કોઈ શખસે હોડિગમાં આ ફોટા પર કાળી શાહી લગાવી દેતાં વિવાદ જાગ્યો છે.
કાલાવડ રોડના હોડિગ પર કાળી શાહી લગાવવાના આ કૃત્યમાં ટિખ્ખળી તત્વોએ અથવા તો હરિફ રાજકીય પક્ષોના કાર્યકરોએ અમિત શાહ, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને જાણે ટાર્ગેટ કર્યા હોય તેમ ત્રણેયના ચહેરા પર કાળા ધબ્બા લગાવી દેવાયા છે. યારે તેમની લગોલગ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલના ફોટા છે પરંતુ તેમાં કોઈ અટકચાળા કરાયા નથી.
કોઈ ટિખ્ખળીનું આ કૃત્ય છે કે હરિફ પક્ષના કોઈ કાર્યકરના કારનામા ? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. આ પ્રકરણમાં ભાજપ દ્રારા પોલીસ ફરિયાદ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી પરંતુ હવે શું થાય છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જો નિર્ધારિત સમય મુજબ યોજાય તો હજુ ૮થી ૯ મહિના જેટલો સમય બાકી છે ત્યાં અત્યારથી જ વાતાવરણમાં ગરમાવો આવી જતાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ પરિસ્થિતિ કેટલી ગંભીર બનશે તેનો અંદાજ આ બનાવથી આવી જાય છે

print

Comments

comments

VOTING POLL