હોન્ડાની કાર આેગસ્ટથી રૂા.35,000 માેંઘી થશે

July 10, 2018 at 10:47 am


હોન્ડા કાર્સ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે તે આગામી મહિનાથી તેના વિવિધ મોડેલના ભાવમાં રૂા.35,000 સુધી વધારો કરશે. જેથી વધેલા આંતરિક ખર્ચને પહાેંચી શકાય. કંપની તેના વિવિધ મોડેલમાં રૂા.10,000થી 35,000 સુધીનો વધારો કરવાનું આયોજન ધરાવે છે. આ ભાવવધારો પહેલી આેગસ્ટથી અમલી બનશે. આંતરિક ખર્ચમાં વધારો થવાથી અને છેલ્લા કેટલાક મહિના દરમિયાન કસ્ટમ ડયુટી અને ફ્રેટના દર વધવાથી અમે અમારી કારના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે એમ કંપનીના સેલ્સ અને માર્કેટિંગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગોયલે જણાવ્યું હતું. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અમેઝનો ભાવ પણ આેગસ્ટથી સુધારવામાં આવશે. એમ તેમણે જણાવ્યું હતું. કંપનીના મોડેલનો પ્રારંભ રૂા.4.73 લાખની હેચબેકથી થાય છે અને તે એકોર્ડ હાઈબ્રિડ સુધી રૂા.43.21 લાખ છે.

print

Comments

comments

VOTING POLL