હ્યુન્ડાઈએ નવી વર્ના લોન્ચ કરી: ભાવ રૂા.૭.૯૯ લાખ

August 23, 2017 at 11:35 am


હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડએ સોમવારે મધ્યમ કદની સેડાન વર્નાની નવી એડિશન લોન્ચ કરી હતી. તેનો પ્રારંભીક ભાવ રૂા.૭.૯૯ લાખ છે. વર્નાની પાંચમી પેઢીના પેટ્રોલીયમ વેરિયન્ટનો ભાવ રૂા.૭.૯૯ લાખથી રૂા.૧૨.૨૩ લાખની વચ્ચે છે. યારે ડિઝલનો ભાવ રૂા.૯.૧૯ લાખથી રૂા.૧૨–૬૧ લાખની વચ્ચે છે. નેકસ્ટ જનરેશન વર્નાએ સ્ટાઈલીંગ, પર્ફેામેન્સ, ટેકનોલોજી, સલામતી, સવારી અને હેન્ડલીંગ બધામાં નવા જ માપદડં રચ્યા છે. એમ હ્યુન્ડાઈના એમડી અને સીઈઓ વાયકે કુએ જણાવ્યુ હતું. કંપનીના સેલ્સ અને માર્કેટીંગના ડિરેકટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પ્રારંભીક ભાવ પ્રથમ ૨૦૦૦૦ ગ્રાહકોને જ લાગુ પડશે તેના પછી ભાવ વધશે. કંપની ૨૦૦૬માં આ મોડલ લોન્ચ કરવામાં આવ્યા પછી દેશમાં ૩.૧૭ લાખ એકમ વેચી ચુકી છે. વિશ્ર્વ સ્તરે તેના ૮૮ લાખ એક વેચાયા છે.

print

Comments

comments

VOTING POLL