૧૦ દિવસમાં છોડાવો ફેસબૂક અને વોટસએપની લત

February 19, 2018 at 11:50 am


તમે સોશિયલ મીડિયા પર એવો પ્રચાર જોયો હશે કે ૧૦ દિવસમાં જ ફેસબૂક અને વોટસએપની લત છોડાવો. પણ હવે આ હકીકત થઈ રહ્યું છે. ઈન્ટરનેટ એડિકશનથી છુટકારો મેળવવા માટે એમ્સે રાષ્ટ્ર્રીય વ્યસન ઉપચાર કેન્દ્રની શઆત કરી છે. ગાઝિયાબાદ સ્થિતિ મુખ્યાલયમાં આ ખતરનાક લતને છોડાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને એમ્સ દિલ્હીમાં તેના કાઉન્સિલિંગ કલાસિસ લેવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્ર્રીય વ્યસન ઉપચાર કેન્દ્રમાં આચાર્ય નિયુકત ડો. રાકેશ લાલે જણાવ્યું કે ઈન્ટરનેટના એડિકશનનો પ્રભાવ સીધો મગજ પર પડે છે. તેની સાથે જ એડિકશનનો શિકાર લોકો ચીડચીડા, ગુસ્સાવાળા અને આળસુ થઈ જાય છે. આ કારણે તેમના અંગત જીવન અને સામાજિક જીવન પર તેની અસર પડે છે. આ એડિકશનના શિકાર લોકો એકલા રહેવાનું વધુ પસદં કરે છે અને વધારે સમય ઈન્ટરનેટ પર જ પસાર કરવામાં વ્યસ્ત રહે છે. જો આમને કોઈ કારણોથી ઈન્ટરનેટથી દૂર રહેવું પડે તો તેમનો મૂડ ખરાબ થઈ જાય છે અને તેમનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ જાય છે. ઈન્ટરનેટથી દૂર થવાથી પીડિતને અચાનક પરસેવો આવવા લાગે છે અને તેમને લાગે છે કે તેઓ બેભાન થઈ જશે.

ડો. લાલ મુજબ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું એડિકશન પણ અન્ય એડિકશન જેવું અલગ–અલગ લેવલવાળું હોય છે. શઆતના દિવસમાં આ લત સરળતાથી છુપાવી શકાય છે, પણ જેટલો વધુ સમય વિતતો જાય તેટલું એડિકશન છોડાવવું મુશ્કેલ બનતું જાય છે. બાળકો અને ટીનએજર આ લતનો સૌથી વધુ શિકાર બને છે. યુવાનોમાં તેની લત ઓછી જોવા મળે છે. આ એડિકશનથી ડિપ્રેશન, એકલાપણુ અને કોઈ દુ:ખને દૂર કરવાની કોશિશો જેવું લાગે છે.
પીડિત વ્યકિત ઈન્ટરનેટ પર વધારે સમય આપે છે અને તેનાથી ખ્યાલ આવે છે કે તે કયાં અને કેટલી એડિકટ છે. યુવાનોમાં સોશિયલ મીડિયા પર સતત રહેવાનો શોખ ઝડપથી વધી રહ્યો છે, જે તેમને એડિકશન તરફ લઈ જાય છે. ડો. લાલ જણાવે છે કે દિલ્હી એમ્સમાં વ્યસન ઉપચાર કેન્દ્રમાં એડિકશનને માટે શનિવારે કાઉન્સિલિંગ કલાસિસ લાગે છે જેમાં ડોકટરો એડિકિટવ લોકોની સારવાર કરે છે.
ડો. લાલ કહે છે કે દાની લત છોડાવવી કયારેક સરળ હોય છે, પણ ઈન્ટરનેટનું એડિકશન છોડાવવું ઘણું મુશ્કેલ હોય છે. આ એડિકશનના શિકાર લોકો ફેન્ટસી કરવાના લોકો નેટ પર રહેલા કન્ટેન્ટને સાચું માનવા લાગે છે. સોશિયલ મીડિયા પર જો કંઈક આવે તો લોકો સંપૂર્ણ રીતે સાચું માની લે છે અને તેના પ્રમાણે વ્યવહાર પણ કરવા લાગે છે

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *