૧૧ વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર વૃધ્ધ અને પ્રૌઢ લાજવાના બદલે ગાજ્યા

March 13, 2018 at 3:12 pm


શહેરના કોઠારીયા રોડ પાસેના વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષની કિશોરીને વૃધ્ધ અને પ્રૌઢવયના બે ઈસમોએ હવસનો શિકાર બનાવ્યાની ઘટનાએ ભારે ફીટકારની લાગણી જન્માવી છે. કિશોરીને ૮ માસનો ગર્ભ હોવાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલીક તબીબી ચકાસણી કરાવી ગુનો નોંધીને બન્નેને પકડી લીધા હતા. ૮ મહિના પહેલા પોતે કરેલા દુષ્કૃત્ય વિશે અફસોસ કરવાના બદલે આ નરાધમો ઉલ્ટાનું નિર્દેાષ કિશોરી પર આળ મુકીને લાજવાની જગ્યાએ ગાજવા લાગ્યા હતા.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, માનસીક રીતે અસ્થિર પિતા અને મજુરી કામ કરતી માતાની ૧૧ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવનાર બાબરીયા કવાર્ટરમાં રહેતા નાનજી ધનજી જાવિયા ઉ.વ.૬૬ અને અરવિંદ લમણદાસ કુબાવત ઉ.વ.૫૨ વિરૂધ્ધ ગુનો દાખલ કરી પકડી પાડવામાં આવ્યા હતા.

કિશોરીની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૮૩ના રોજ તેના વધેલા પેટ તરફ ધ્યાન ગયું હતું. બાદમાં ખાનગી તબીબને બતાવતા તેમની સલાહથી સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. બે મહિલા તબીબે સોનોગ્રાફીને આધારે કિશોરીને ૮ માસનો ગર્ભ હોવાનું જણાવતા જ માતા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ તબીબે ગુંદાવાડી હોસ્પિટલે જવાનું કહ્યું હતું પરંતુ માતા પોતાની પુત્રીને લઈ ઘરે ચાલી ગઈ હતી. દિકરીને વિશ્ર્વાસમાં લઈ તેની સાથે શું બન્યું ? એ જાણવા પુછપરછ કરતા તે સતત રડતી રહી હતી. પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં ગભરાયેલી કિશોરી બિમાર જેવી થઈ ગઈ હતી. છેવટે તા.૧૨૩ના રોજ તેણે માતા સમક્ષ હૈયુ ખોલ્યું હતું. ૮ મહિના પહેલા ઘરે કોઈ હાજર ન હતું ત્યારે બાજુના કવાર્ટરમાં રહેતો નાનજી ફોસલાવીને કામ માટે પોતાના કવાર્ટરમાં આવવાનું કહી ગયો હતો. કિશોરી કવાર્ટરમાં ગઈ ત્યારે ત્યાં નાનજી અને નીચેના કવાર્ટરમાં રહેતો અરવિંદ બન્ને હાજર હતા. કિશોરી અંદર ગઈ એટલે અરવિંદે દરવાજો બધં કર્યેા હતો. નાનજીએ તેના વક્રો ઉતાર્યા બાદ બન્નેએ ન કરવાનું કૃત્ય આચયુ હતું. ત્યાર બાદ પણ અવારનવાર આ રીતે બન્ને શખસો કુમળી વયની બાળા પર વાસના સંતોષતા રહ્યા હતા.

ગઈકાલે આ વાતની ખબર પડતા મહિલાએ પોતાના માતા–બેન સહિતના કુટુંબીજનોને જાણ કરી બધા ભકિતનગર પોલીસ સ્ટેશને ગયા હતા. જયાં પોલીસે મહિલાની ફરિયાદ લઈ બન્ને શખસને સકંજામાં લઈ તેને મહિલા પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતા. મહિલા પોલીસે નાનજી અને અરવિંદની પુછપરછ કરતા બન્ને શખસો લાજવાના બદલે ગાજવા લાગ્યા હતા. નાનજીએ ત્રણ વાર દુષ્કર્મ આચર્યાની કબુલાત આપી હતી પરંતુ એ માટે પણ તેણે નિર્દેાષ બાળા પર આળ મુકયું હતું. જયારે અરવિંદે પણ કિશોરી સાથે અડપલા કર્યાનું સ્વીકાયુ હતું પરંતુ તેણે પણ ભોગ બનેલી કિશોરી પર શરમજનક આક્ષેપો કર્યા હતા. પોલીસે જો કે, વાસનામાં અધં બનેલા બન્ને ઈસમોની કડક પુછપરછ કરી હવસનો નશો ઉતારી નાખ્યો હતો.

print

Comments

comments

VOTING POLL