૧૪ બાઈક અને ૨ કારમાં આગ ચાંપવાના ગુનામાં વધુ એક ઝબ્બે

February 1, 2018 at 4:58 pm


શહેરના કોઠારીયા રોડ પર ગોકુલ પાર્કમાં ૧૪ બાઈક અને ૨ કારમાં આગ ચાંપી ટોળકી નાસી જતાં હાહાકાર મચી ગયો હતો. બનાવના પગલે ક્રાઈમ બ્રાંચ, ભકિતનગર, આજીડેમ પોલીસ સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ એક ટેણીયા સહિત ૬ શખસોને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા વધુ ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન લમીનગરના નાલા પાસેથી વધુ એક શખસને ઝડપી લઈ અન્ય શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલા ગોકુલ પાર્કમાં પાંચેક દિવસ પહેલા મોડીરાત્રીના લુખ્ખા શખસોએ ૧૪ બાઈક અને બે કારમાં આગ ચાંપી દેતાં વિસ્તારવાસીઓમાં સનસનાટી મચી ગઈ હતી. બનાવના પગલે આજીડેમ પોલીસે સુરજ ઉર્ફે સુરો જબ્બરદાન ગઢવી, વિપુલ પ્રવીણ બખતરીયા, મુકુંદ ઉર્ફે ગોલુ મંગા ઠાકુર, ગટીયો ઉર્ફે પાર્થરાજ હરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ અને ભૌતીકની ધરપકડ કરી આકરી પુછપરછ કરતા વધુ ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કાનમીયા, જગમાલભાઈ, મયુરભાઈ, ક્રિપાલસિંહ, કુલદીપસિંહ, જયસુખભાઈ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન લમીનગરના નાલા પાસેથી મહેશ ઉર્ફે લાલો રામસીંગ ખાખરીયા નામના શખસને ઝડપી લઈ વધુ શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

print

Comments

comments

VOTING POLL