૧૬મીથી અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે રાજપૂત બિઝનેસ એકસ્પોનો પ્રારંભ

February 12, 2018 at 3:01 pm


રાજપુત સમાજના સવાર્ગી ઉત્કર્ષ માટે જરૂરી એવા ઉદ્યાેગ-ધંધા વેપારના સાહસિકોને પોતાના ઉદ્યાેગ વેપારના વિસ્તરણ અને વિકાસ માટે તથા નવા ઉદ્યાેગ સાહસિકોને માહિતી, માર્ગદર્શન, પ્રેરણા મળી રહે તે હેતુથી અને સમાજના આર્થિક વિકાસ માટેની ઉદ્યાેગ-વેપારને નવી દિશા તરફ પ્રગતિ કરવાના હેતુસર બિઝનેસ એકસ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

રાજપુત બિઝનેસ એકસ્પોમા ઉદ્યાેગ વેપાર સાહસિકોને સેમિનાર-માર્ગદર્શન, પ્રેરણાનું નવુ નેટવર્ક પુરૂ પાડનાર છે. વિશ્વ અને ભારતમાં નવા પ્રકારના હજારો બિઝનેસની તકો ઉદભવેલી છે. બધા સભ્ય સમાજનું પૂર્ણ ઉદ્યાન માત્ર અને માત્ર બિઝનેસથી જ થયેલ છે. રાજપુત યુવાનો, બહેનોના કુટુંબોના વિકાસ કરવા માટે ઉદ્યાેગ ધંધા વેપારમાં જ ઝંપલાવવું પડશે અને સાહસ, કૌશલ્ય અને રોકાણ મારફતે બીઝનેશ કરી સમાજના યુવક-યુવતીઆેને રોજગારી ઉભી કરવાની તકો મળે અહી 200થી વધારે સ્ટોલ્સ, મોટી મોટી કંપની, આૈદ્યાેગિક સંસ્થાઆે, બેન્કો, સહકારી સંસ્થાઆેનું પણ ખુબજ ઉપયવોગી માર્ગદર્શન મળશે. બિઝનેસ એસ્પોમાં આવનાર એનઆરઆઈ ઉદ્યાેગપતિઆે દ્વારા પણ ઉપયોગી માર્ગદર્શન અને પ્રાેત્સાહન મળનાર છે. આશરે 200 એનઆરઆઈ ઉદ્યાેગપતિઆે રાજપુત બિઝનેશ એકસ્પો 2018માં વધારવાના છે.

રાજપૂત બિઝનેશ એકસ્પોના પ્રમુખ ડો.નરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પી.ટી.જાડેજા, વિશુભા ઝાલા, કન્વીનર કિશોરસિંહ રાણા, સહ કન્વીનરશ્રીઆે, દિપકસિંહ ઝાલા, દશરથબા પરમાર, મહેન્દ્રસિંહ સોઢા, અજીતસિંહ રાજપુત, રૂદ્રદતસિંહ વાઘેલા તેમજ દર્શનસિંહે, સંદિપસિંહ સિસોદીયા, સંજયસિંહ રાઆેલજી, ઈન્દ્રસિંહ રાણા, દિલીપસિંહ ઝાલા, નટુભા જાડેજા (શિવલખા) શારદાબા જાડેજા, મુખ્ય આયોજન કમિટિ એકસ્પોને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહેલ છે.

માર્ગદર્શન લેવા મુલાકાત કરવા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ માટે પી.ટી.જાડેજા, કિરીટસિંહ જાડેજા, બળદેવસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવા, હિતેન્દ્રસિંહ ઝાલા તેમજ પથુભા જાડેજા જહેમત ઉઠાવી રહેલ છે તેમ બળદેવસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજા, કિરીટસિંહ જાડેજા, બળદેવસિંહ ગોહિલ, કિશોરસિંહ જેઠવા, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, એચ.બી.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL