૨૦૦૨ના રમખાણો મામલે મોદીને રાહત: જાકિયા જાફરીની અરજી ફગાવતી હાઈકોર્ટ

October 5, 2017 at 11:54 am


ગુજરાત હાઈકોર્ટ વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણો મામલે જાકિયા જાફરીની અરજી પર આજે ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સ્વ.અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરીએ આ મામલાની ફરીથી તપાસ કરવા માગણી કરી હતી જે સંદર્ભની અરજી ફગાવી દીધી હતી. સાથોસાથ કોર્ટે કહ્યું હતું કે નીચલી અદાલત આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપી શકે. ઉલ્લેખનીય છે કે આ મામલાની સુનાવણી ૩ જૂલાઈએ પૂરી થઈ ગઈ હતી. આ અરજી રાયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ને નીચલી અદાલત તરફથી કિલનચીટ આપવા વિરૂધ્ધ રજૂ કરવામાં આવી હતી.

અરજીમાં મોદી અને અન્ય ૫૯ લોકોને રમખાણોને લઈને અપરાધીક કાવતરૂ રચવાના આરોપી ગણવાની માગ કરવામાં આવી હતી. જાકિયા જાફરી સ્વ.કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની છે. મામલાની સુનાવણી ૩ જૂલાઈએ જ પૂરી થઈ ગઈ હતી.

કોર્ટે જાફણી અને સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલડવાના બિન સરકારી સંગઠન ‘સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ની પુનર્વિચાર અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં ૨૦૦૨માં રમખાણો પાછળ કથિત મોટું રાજકીય કાવતં હોવાના મામલામાં એસઆઈટી તરફથી નરેન્દ્ર મોદી સહિત ૫૬ લોકોને કિલનચીટ આપવાને યોગ્ય ઠેરવવાના નીચલી અદાલતના આદેશને પડકારાયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બરમાં ગુજરાત રમખાણો મામલે અમદાવાદ કોર્ટ તરફથી નરેન્દ્ર મોદીને કિલનચીટ મળી ગઈ હતી. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં અંદાજે એક હજારથી વધુ લોકોના જીવ ગયા હતાં. રમખાણો વેળાએ મોદી મુખ્યમંત્રી હતા. આ હત્પમલામાં કોંગ્રેસી નેતા અહેસાન જાફરી પણ માર્યા ગયા હતા.

print

Comments

comments

VOTING POLL