૨૦૧૭ને આવકારવા શહેરમાં રાત પડશે’ને દી’ ઉગશે

December 31, 2016 at 3:56 pm


નવા વર્ષને આવકારવા માટે રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે ૩૧ ડિસેમ્બર છે. આવતીકાલે ૧લી જાન્યુઆરી–૨૦૧૭થી નવા વર્ષનો પ્રારભં થશે. રાજકોટવાસીઓ આ વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને આવકારવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કયુંર્ છે. સરકારે દારૂબંધી અને હુકાબાર ઉપર પ્રતિબધં મુકતા દર વર્ષે યોજાતી પાર્ટીઓ કરતા આ વર્ષે બહુ ઓછા પાર્ટીઓના આયોજન થયા છે છતાં તત્રં દ્રારા પુરી તકેદારી રાખી દરેક શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે રાત પડે ને રાજકોટમાં સૂરજ ઉગ્યો હોય તેવા ધ્શ્યો જોવા મળશે. નોટબંધીની અસર અને પોલીસની કડકાઇ વચ્ચે પણ શહેરનું યુવાધન નવા વર્ષને ઉજવવા માટે થનગની રહ્યું છે. નાતાલના આ દિવસોમાં શહેરના મુખ્ય માર્ગેા જેવા કે રેસકોર્સ રિંગરોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફટ રિંગરોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ ઉપર લોકોની ખાસ્સી ભીડ જોવા મળતી હોય છે અને આજે પણ લોકોની ભીડ જોવા મળશે. આજે થનારા ટ્રાફિકજામને પહોંચી વળવા માટે પણ ટ્રાફિક પોલીસ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે અને દરેક મુખ્ય મુખ્ય માર્ગેા તેમજ ચોકમાં વધારાનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
દારૂબંધી અને હુકાબારના પ્રતિબંધથી લોકોમાં થોડી નિરસતા જોવા મળી રહી છે છતાં પણ ઉત્સવપ્રેમી પ્રજા મનોરંજનનો કોઈ અવસર છોડવા માગતી ન હોય તેમ શહેરમાં ઘણી જગ્યાએ નાની મોટી પાર્ટીઓના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ડાન્સ વીથ ડીનર, કેન્ડલ માર્ચ ડીનર તેમજ કોકટેલ પાર્ટીઓ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શહેરમાં નીલ સિટી કલબ, રિઝન્સી લગૂન, ઘંટેશ્ર્વર પાર્ક સહિતના એક ડઝન જેટલા સ્થળોએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાર્ટી દરમિયાન પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વ્યવસ્થા ગોઠવી છે.
આ વર્ષે સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણય નોટબંધીનું ફેકટર પણ આયોજકોને નડયું છે છતાં પણ શહેરમાં નવા વર્ષને આવકારવા માટે આયોજનો કરવામાં આવ્યા છે. આજે રાત્રે ૧૨ના ટકોરે લોકો ૨૦૧૬ને અલવિદા કહેશે અને ૨૦૧૭ને હર્ષેાલ્લાસ સાથે આવકારશે. નવા વર્ષને આવકારવા માટે ગોવા, દિવ, દમણ જેવા શહેરોમાં સહેલાણીઓ ઉમટી પડયા છે. દિવના નાગવા બીચમાં અત્યારથી જ માનવ મહેરામણ ઉમટી પડયું છે અને દરિયામાં ધૂબાકા મારી ન્હાવાની મોજ માણી રહ્યું છે. શહેરમાં રાત પડશે ને દિ ઉગશે. માનવ મહેરામણથી રસ્તાઓ ઉભરાશે અને દરેક લોકો ગયા વર્ષના કડવા અનુભવો ભુલી નવા વર્ષમાં સફળ થવાની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવશે.
આ વર્ષે તત્રં વધારે કડક બનતા તેમજ દારૂ અને હુકાબાર પર પ્રતિબધં મુકતા તત્રં વધુ સજ થયું છે અને દર વર્ષે યોજાતી પાર્ટીઓને આ વર્ષે નિયંત્રણમાં રાખવામાં આવી છે. રાત્રે ૧૦ વાગ્યા બાદ લાઉડ સ્પીકરનું વોલ્યુમ ડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને રાત્રે પીધેલી હાલતમાં ઝડપાશે તેને પણ નવા કાયદા મુજબ આકરી સજા કરવામાં આવશે તેવું સ્પષ્ટ્રપણે તંત્રએ જણાવી દીધું છે. નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બની શકે. નવા વર્ષને આવકારવા શહેરવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે

print

Comments

comments

VOTING POLL