૨૪ વર્ષ બાદ ફરી દાઉદ મુંબઈને ધ્રુજાવવાની ફિરાકમાં હોવાનો ધડાકો

October 5, 2017 at 10:37 am


૧૯૯૩ મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહીમ ૨૪ વર્ષ બાદ એવો જ હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હોવાનો ધડાકો થયો છે. મુંબઈ પોલીસે પાકિસ્તાનમાં રહેલા દાઉદના ભાઈ અને ભારતમાં તેના જૂથની વાતચીતને આંતરી છે. દાઉદના આ ‘બ્લેક ફ્રાઈડે પ્લોટ’ અંગે કેન્દ્ર સરકારને પણ સાવચેત કરી દેવામાં આવી છે.
દાઉદના આ ઈરાદાઓથી સ્પષ્ટ્ર થાય છે કે ભારત સૌથી શકિતશાળી અને પ્રભાવશાળી જગ્ઓ પર તેના લોકો હાજર છે. આવામાં દાઉદના આ નજીકના લોકોને પકડવા મો પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓનો પડકાર ઘણો વધી જાય છે. સમાચાર ચેનલ ટાઈમ્સ નાઉએ પોતાના રિપોર્ટમાં આ ખુલાસો કર્યેા છે.
રિપોર્ટ અનુસાર ભાગેડું ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેની કંપનીના અમુક લોકો હજુ પણ ભારતમાં બેસીને તેના ઈરાદાઓને પાર પાડવાની કોશિશમાં લાગેલા છે. આવામાં મુંબઈ પોલીસ દ્રારા દાઉદ ઈબ્રાહીમના પાકિસ્તાનમાં રહેલા ભાઈ અને ભારતમાં તેના લોકો વચ્ચે તાજેતરના સમયમાં કરાયેલી વાતચીતને આંતરવી એક મોટા કાવતરાનો પર્દાફાશ માનવામાં આવી રહ્યો છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ વાતચીતમાં મુંબઈ પોલીસને અનેક મહત્ત્વની જાણકારીઓ મળી છે.
રિપોર્ટ અનુસાર દાઉદ અને તેના માણસો મુંબઈ હુમલા જેવા કોઈ મોટા કાવતરાની તૈયારી કરી રહ્યા છે. હવે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ એ લોકોની તલાશ કરી રહ્યા છે જે ભારતમાં રહીને દાઉદના નાપાક ઈરાદાઓને સફળ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અન્ડરવલ્ર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નાના ભાઈ ઈકબાલ કાસકરને ઠાણે પોલીસે પકડયો હતો. ઈકબાલને જબરદસ્તી ખંડણી માગવી અને ધમકી આપવાના આરોપમાં પકડવામાં આવ્યો છે. તેને મુંબઈમાં આવેલા તેના ઘરેથી પકડવામાં આવ્યો છે.
ઈકબાલ ઉપરાંત ચાર અન્ય લોકોને પણ પકડવામાં આવ્યા છે. એવું જણાવાઈ રહ્યું છે કે ઈકબાલ કાસકરે એક બિલ્ડરને ફોન કરીને ધમકી આપી તેની પાસેથી ખંડણી વસૂલવાની કોશિશ કરી હતી. બિલ્ડર પાસેથી પહેલાથી જ ચાર લેટ લઈ ચૂકેલો ઈકબાલ તેની પાસેથી વધુ રૂપિયાની માગણી કરી રહ્યો હતો. ઈકબાલ કાસકરને ૧૩ ઓકટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

print

Comments

comments

VOTING POLL