૭૦ કિન્નરોએ ઘેરી લીધી આ અભિનેત્રીને અને પછી………………….

February 21, 2018 at 2:04 pm


કલર્સ ચેનલના જાણીતા શો ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ને આજકાલ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. તેનું કારણ શોમાં આવેલો ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. આ શો દ્વારા પ્રોડ્યુસર્સે સમાજમાં કિન્નરો પ્રત્યે લોકોની માનસિકતા બદલવાની કોશિશ કરી છે. શોની લીડ એક્ટ્રેસ રૂબીના દિલેક એક કિન્નરની ભૂમિકામાં નજરે પડી રહી છે. શોમાં તેના પાત્રનું નામ સૌમ્યા છે. રૂબીના ખૂબ જ જલદી શોના એક સીકવેન્સ માટે અસલી કિન્નરો સાથે પર્ફોર્મ કરતી નજરે પડશે. તે શોમાં અરાવન પૂજા કરવાની છે.આ સીકવન્સ માટે રૂબીના એક કે બે નહિ, પણ 70 કિન્નરો સાથે પર્ફોર્મ કરશે. શોમાં સૌમ્યા અને હરમન વચ્ચેના રોમાન્સને દર્શકોએ ઘણો પસંદ કર્યો છે. તેમાં આવનારા નવા ટ્વિસ્ટમાં સૌમ્યાને અરાવન પૂજા કરતી બતાવાઈ છે. હાલમાં જ રૂબીનાએ આ શોનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે.તેમાં તેણે બનારસી સાડી પહેરી છે. તે આ વીડિયોમાં તે ડાન્સની પ્રેક્ટિસ કરતી નજરે પડી રહી છે. શોના આ સીનને રિયલ લુક આપવા માટે તેમાં અસલી કિન્નરોને પણ લેવામાં આવ્યા છે.શોની સ્ટોરી મુજબ, હરમને સૌમ્યા કિન્નર હોવા છતાં અપનાવી છે, પરંતુ તે તેની અરાવન પૂજાની વિરુદ્ધમાં છે. જ્યારે સૌમ્યા તેની આ વાત માનતી નથી, તે આ પૂજા કરે છે. જ્યારે આ સીનના શૂટિંગ વિશે રૂબીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘ભગવાનની પૂજા કિન્નર સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ રસ્મ છે, જેમાં કિન્નર ભગવાન પાસે આવતા ભવમાં પોતાને મહિલા તરીકે જન્મ આપવાની પ્રાર્થના કરે છે વાસ્તવમાં આ સમુદાયના લોકો સાથે શૂટિંગ કરવું ઘણું પડકારનજક અને પ્રેરણાદાયક હતું. હજી સુધી શૂટ થયેલા આ શોના તમામ સીનમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ અને પડકારજનક હતું.’

print

Comments

comments

VOTING POLL