૯ માર્ચથી શરૂ થશે CBSE ની ૧૦માં અને ૧૨માં ધોરણની પરીક્ષાઓ

January 9, 2017 at 7:33 pm


પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીબીએસસીના ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ હવે ૯ માર્ચથી શરૂ થશે. ચૂંટણીને કારણે બોર્ડની આ પરીક્ષા એક સપ્તાહ આગળ વધારી દેવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો વધુ સમય મળી જશે.

બોર્ડે પરીક્ષાઓ વચ્ચે ગેપ રાખવાની પુરી કોશિશ કરી છે. અને સાથે જ એ પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે આ પરીક્ષાઓ JEE અને નેશનલ એલિજિબિલિટી કામ એન્ટ્રેન્સ ટેસ્ટની પેહલા જ પુરી થઇ જાય. ધોરણ ૧૦ની પરીક્ષા ૨૨ માર્ચ સુધી ચાલશે અને ધોરણ ૧૨ની પરીક્ષા ૨૫ માર્ચ સુધી ચાલશે. આ વખતે ધોરણ ૧૦માં સોડ લાખ સડસઠ હજાર પાંચસો તોતેર વિદ્યાર્થી પરીક્ષામાં બેસશે.

print

Comments

comments

VOTING POLL