1 ડિગ્રી સાથે ગત રાત બની કોલ્ડેસ્ટ નાઇટ ચાલુ શિયાળાનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નાેંધાયું

January 11, 2017 at 2:46 pm


સીઝનમાં પારો પ્રથમ વખત 11 ડિગ્રીએ પહાેંચતા ભાવેણાવાસીઆેએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઉત્તર ભારતમાં થઈ રહેલી સતત બરફવષાર્ના પગલે ઠંડીની તીવ્રતા વધી ગઈ હતી તો સુસવાટા મારતા ટાઢાબોળ પવનના કારણે લોકો થરથર્યા હતા. પવનની ઝડપ 10 કિમી થતાં ઠંડીની અસર વધુ કાતિલ બની હતી.

ચાલુ શિયાળામાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીએ પહાેંચ્યું છે. ચાલુ વર્ષે શિયાળાના મોડા થયેલા પ્રારંભમાં ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીની માત્રામાં વધારો થયા બાદ મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહાેંચતા જ ઠંડી ગાયબ થઇ હતી. દરમ્યાન જાન્યુઆરી માસના પ્રથમ પખવાડીયાના ઉત્તરાર્ધમાં 10 કિલોમીટરની ઝડપે ફºંકાયેલા કાતિલ પવનના પગલે સિઝનમાં સૌપ્રથમવાર લઘુત્તમ 11.4 ડિગ્રીએ પહાેંચતા ગોહિલવાડ ઠંડુગાર બન્યું હતું.

શિયાળાએ તેનો અસલી મિજાજ બતાવતા કાતિલ ઠંડીથી બચવા લોકોએ ગરમ વંાે તેમજ તાપણા સહિતનો સહારો લીધો હતો. ખાસ કરીને સવારની પાળીમાં સ્કુલે જતાં બાળકોને ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડéાે હતો. આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 25.6 ડિગ્રી, લઘુત્તમ 11.4 ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા તેમજ પવનની ઝડપ પ્રતિકલાક 10 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL