10 કરોડથી ઓછી રકમના રાઈટસ ઈશ્યુ માટે ડ્રાફટ લેટર જરી નથી

June 22, 2018 at 10:49 am


સેબીએ બોર્ડની બેઠકમાં પ્રારંભીક પબ્લીક આેફર (આઈપીઆે) સહિત અધિગ્રહણ અને શેર બાયબેક સંબંધી નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ રાઈટસ ઈશ્યુના મામલામાં ડ્રાફટ લેટરની અનિવાર્યતાની સીમા 50 લાખ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરી નાખવામાં આવી છે.
બેઠકમાં પબ્લીક અને રાઈટસ ઈશ્યુના મામલામાં થર્ડ પાર્ટી અસાઈન્મેન્ટસના નિયમોમાં પણ ફેરફાર સહિત શેરબજારોના પ્રમુખોની કાર્યસીમા પણ નક્કી કરી દેવામાં આવી છે. આઈપીઆેના ફ્રેમવર્કમાં મોટો ફેરફાર કરતાં નિયામકે એસએમઈ આઈપીઆે માટે એન્કર રોકાણની ન્યુનત્તમ રોકાણ રકમ બે કરોડ રૂપિયા નક્કી કરી છે. સ્ટોક માર્કેટની જેમ જ સેબીએ ડિપોઝીટરીજ અને િક્લયરિ»ગ કોર્પોરેશનમાં પણ ઘરેલું અને વિદેશી એકમો માટે રોકાણની વધુમાં વધુ સીમા 15 ટકા કરી છે. આ સાથે સાથે શેરબજારો અને માર્કેટ ઈન્ટરમીડિએટરીઝ ઈન્સ્ટીટયુશન્સના પ્રમુખોનો પાંચ વર્ષનો વધુમાં વધુ કાર્યકાળ અથવા 65 વર્ષની ઉંમર સીમિત કરી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL