11 આેગસ્ટ 1979: તબાહીના એ ગોજારા દિવસને મોરબીવાસીઆે 39 વર્ષે ભૂલી શકયા નથી

August 11, 2018 at 11:47 am


વિક્રમ સંવત 2035, શ્રાવણ વદ ચોથ વાર શનિવાર અને તા. 11 આેગસ્ટ 1979 એ દિવસે કુદરતની ક્રુરતા કહો કે પછી માનવસર્જિત આફત કહો ત્રણથી ચાર કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે 39 વર્ષ એટલે કે ચાર દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે પણ હજુ મોરબીવાસીઆેની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી અને એ દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે મચ્છુ જળ હોનારતે જે તબાહી મચાવી હતી તેની યાદો આજેય મોરબીવાસીઆેને ધ્રુજાવી મુકે છે જે જળ હોનારતને આજે 39 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આવો જાણીએ મોરબીના મચ્છુ જળ હોનારતની એ ખોફનાક દાસ્તાન વિષે.

મચ્છુ 2 ડેમ જયારે તુટéાે તેની પૂર્વે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાંથી લાખો કયુસેક પાણીની થઇ રહેલી આવક સમાવી શકવાની ડેમની ક્ષમતા ના હોય ડેમ તૂટી પડવાની કગાર પર પહાેંચ્યો હતો એ વેળાએ મચ્છુ ડેમ પર વનુભાઈ નરશીભાઈ રાજપરા, હરજીવન નરભેરામ ગોહિલ, ભગવાનજીભાઈ નાનજીભાઈ રાજપરા, ભીમજીભાઈ નરસિંહભાઈ, ગુણવંતભાઈ જોષી, વિઠ્ઠલભાઈ ત્રિવેદી અને લક્ષ્મણભાઈ ઝીન્ઝુંવાડિયા એમ સાત લોકોની ટીમ હાજર હતી મચ્છુ જળ હોનારતને સગી આંખે જોનાર લક્ષ્મણભાઈ ઝીન્ઝુંવાડિયાના શબ્દોમાં એ દિવસે સવારથી નિયમિત પાણીનું લેવલ તપાસતા રહ્યા હતા તેમજ સવારથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ થઇ હતી આગલી સાંજે ત્રીસ માઈલ ઉપરવાસમાં આવેલ મચ્છુ બંધ 2 માંથી પાણી છોડવાનું હોવાનો સંદેશ મળ્યો અને મચ્છુ 2 ડેમમાં ધસમસતા પ્રવાહમાં વધારો થયો જેથી જળાશયને સલામત સ્તરે જાળવવા માટે છ ઇંચ સુધી ખુલેલા દરવાજાને છ ફૂટ સુધી અને જરુર પડéે પુરા ખોલી નાખેલા જેમાં 18 માંથી 16 દરવાજા ખુલી ગયા હતા પારંતુ 15 મો દરવાજો મોટરનો ãયુઝ ઉડી જવાથી અને 17 મો દરવાજો બ્રેક કોઈલ કામ ના કરતો હોવાથી ખુલી નહોતા શક્યા.

3 લાખ કયુસેક ક્ષમતા સામે પાણીની આવક હતી 4 લાખથી વધુ

હાલ મોરબી ડેમ અધિકારી તરીકે ફરજ બજાવતા કે.જી. બરાસરા જણાવે છે કે તે વખતે તેની ઉમર માત્ર 14 વર્ષની હતી અને ડેમ નજીકના જોધપર ગામના વતનીએ હોનારતને સગી આંખે જોયું છે તો મચ્છુ હોનારત કેવી રીતે સજાર્ઈ તેનો જવાબ શોધવાના પ્રયાસરુપે અધિકારી સાથે વાતચીત કરતા તેઆે જણાવે છે કે આજે દરવાજાની સાઈઝ 41 બાય 27 ફૂટની છે પણ એ વખતે દરવાજા 30 ફૂટના માંડ હતા કુલ 18 દરવાજાની પાણી કાઢવાની ક્ષમતા 3 લાખ કયુસેકની હતી 18 માંથી 16 દરવાજા ખુલી ગયા હતા પણ બે નહોતા ખુલતા અને પાણીની આવક હતી 4.5 લાખ કયુસેક પાણી ડેમમાં આવી ગયું અને છેલ્લે પાણી દરવાજા પર થઈને વહેવા લાગતાં જોધપર ગામથી મદદ માટે આવેલા લોકો પણ ભાગવા લાગ્યા હતા બરાબર પોણા ત્રણ વાગ્યે પાણી આેરડીની જમણી તરફના પાળાને ટપી ગયું અને પ્રચંડ પ્રવાહે ગણતરીની સેકન્ડોમાં પહેલા ડાબી તરફ અને પછી જમણી તરફના માટીના પાડામાં ગાંબડા પાડી દીધા અને મચ્છુના ધસમસતા પ્રવાહ મોરબી શહેર તરફ માતેલા સાંઢ ની જેમ દોડવા લાગ્યા હતા.

મારા ભાઈ દુકાને હતા, પાણીના પ્રવાહમાં તણાઈ ગયા ઃ નવીનચંદ્ર મહેતા

મોરબીના વેપારી નવીનચંદ્ર ભાઈ મહેતાએ પણ આ હોનારતમાં પોતાના ભાઈને ગુમાવ્યા છે જે દિવસને યાદ કરતા તેઆે જણાવે છે કે તેના ભાઈજીના દીકરા ભાઈ પ્રવિણચંદ્ર મહેતા નગર દરવાજા પાસે બજારમાં દુકાન હોય જે દુકાને ગયા હતા અને પાણીનો પ્રવાહ ઘસી આવતા સમય મળ્યો ના હતો ભાઈની સાથે અન્ય એક વેપારી અને દુકાનનો યુવાન કર્મચારી પણ પાણીના પ્રવાહમાં ગરક થયો હતો જોકે તેના 75 વર્ષના ભાઈજીને તરતા આવડતું હોવાથી તે બચી ગયા હતા આજેય એ દિવસને યાદ કરી તો કાળજું કંપી જાય છે અને કુદરત આટલો ક્રૂર કેવી રીતે બની સકે તે હોનારતને સગી આંખે જોનાર જ સમજી સકે.

દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા મૌન રેલી, 21 સાયરનની સલામી,

મેરબીને તબાહ કરી નાખનાર એ દિવસને આજેય મોરબીવાસીઆે ભૂલી શક્યા નથી 11 આેગસ્ટ 1979 મચ્છુ હોનારત બાદ દર વર્ષે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 03 ઃ 15 કલાકે 21 સાયરન સલામી આપી બાદમાં પાલિકા કચેરીથી મણી મંદિર નજીક દિવંગતોના સ્મારક સુધીની મૌન રેલી યોજાશે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે જે રેલીમાં સામાજિક-રાજકીય અગ્રણીઆે અને મોરબીવાસીઆે દર વર્ષે જોડાય છે તો પોતાના સ્વજનો ગુમાવનાર હજારો આંખો આ દિવસે ચોધાર આંસુએ હજુ રડી પડે છે કાળની થપાટ આજે 39 વર્ષ વીત્યા છતાં ભૂલી શકાતી નથી.

મૃતકોનો સાચો આંકડો આજેય કોઇ જાણતું નથી

મચ્છુ જળ હોનારતે મોરબી શહેરને હતું ના હતું કરી નાખ્યું હતું અને મોરબીવાસીઆેની કરુણતા એ હતી કે આખું શહેર તબાહ થયા સુધી દુનિયાને આ તબાહીની ખબર જ ના હતી અને રહી રહી ને સરકાર અને તંત્ર દોડતું થયું હતું પરંતુ માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશના ઇતિહાસમાં અજોડ એવા મચ્છુ જળ હોનારતમાં કેટલા લોકો, પશુઆેના મૃત્યુ થયા તેનો સાચો આંક આજે પણ કોઈ જાણતું નથી અને હજારો લોકોના મોતનો અંદાજીત આંક જ આજે પણ માનવામાં આવે છે.

હોનારતની પ્રથમ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર લાલજી પલણ

મચ્છુ ડેમ તૂટéાે અને પાણીના ધસમસતા પ્રવાહે મોરબી શહેરમાં વીજપુરવઠો અને ટેલીફોન બંધ થઇ ગયા જેથી મોરબી શહેર આખું બરબાદ થઇ ગયું છે તે દુનિયાને ખબર જ ના હતી ત્યારે મોરબીના લાલજીભાઈ પલણે તબાહીની સૌપ્રથમ તસ્વીરો ખેંચી હતી જે આજે પણ સચવાયેલી પડી છે આજે 95 વર્ષની જૈફ વયે પહાેંચેલા લાલજીભાઈએ જીવનના 71 વર્ષ ફોટોગ્રાફીને સમપિર્ત કર્યા છે પણ 11 આેગસ્ટ 1979 ની તારીખ કે મચ્છુ હોનારત નામ સાંભળતા જ તેઆે Kડા શોકમાં ગરકાવ થઇ જાય છે. હોનારતના બીજા દિવસે તેણે તબાહીની જે તસ્વીર ખેંચી છે જે તસ્વીર જોનારને કંપારી છૂટી જાય તેવી ક્રુરતા તસ્વીરો ખુદ બયાન કરે છે.

print

Comments

comments

VOTING POLL