11 દિવસમાં સાંઇબાબા મંદિરને 14 કરોડનું દાન મળ્યું

January 4, 2019 at 10:56 am


શિરડીના સાંઇબાબા મંદિરમાં શ્રદ્ધાળુઆે દ્વારા માત્ર 11 દિવસમાં 14.54 કરોડ રુપિયા સુધીનું દાન મળ્યું હતું. ક્રિસ્મસ પહેલાથી શરુ થયેલા દાનથી માંડીને નવા વર્ષ સુધીમાં આટલું દાન મળ્યું હોવાનું મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું. આ દાન ભારતીયો ઉપરાંત વિદેશથી આવેલા શ્રદ્ધાળુઆેએ આપ્યું હતું અને મંદિર પરિસરમાં આવેલી દાનપેટીમાં જ બાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી 8.05 કરોડ રુપિયા દાનમાં આપવામાં આવ્યા હોવાનું શિડ} સાંઇ સંસ્થાન ટ્રસ્ટના વાઇસ ચેરમેન ચંદ્રશેખર કદમે જણાવ્યું હતું.

આ સિવાય મંદિરને 6 કરોડ રુપિયાનું દાન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાંડ ડ્રાફ્ટ એમ આેનલાઇન સ્વરુપમાં મળ્યું હતું. 19 લાખ રુપિયાનું સોના અને ચાંદીનું દાન પણ કરવામાં આવ્યું હતું. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, જાપાન અને ચાઇના જેવા 19 દેશોના શ્રદ્ધાળુઆેએ વિદેશી ચલણના રુપમાં 30.63 લાખ રુપિયાનું દાન કર્યું હતું.

print

Comments

comments

VOTING POLL