11મી આઇપીએલ માટે સ્ટાર ઇન્ડિયાએ રૂા.800 કરોડના એડ્ સ્લોટ્સ વેચ્યા

March 13, 2018 at 6:54 pm


અગિયારમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થવા આડે હવે થોડાક દિવસો બચ્યા છે ત્યાર સ્ટાર ઇન્ડિયાના અધિકારીઆે બને તેટલી વધારે એડ્વટાર્ઇઝિંગ કંપનીઆે સાથે કરાર કરવા બેબાકળા બન્યા છે. કંપનીએ નકકી કરેલો રૂા.ર,000 કરોડનો ટાર્ગેટ વધારે પડતો લાગી રહ્યાે છે અને હાંસલ કરવો લગભગ અશકય છે છતાં અધિકારીઆે એડીચોટીનું જોર લગાવીને દોડી રહ્યા છે. અધિકારીઆેએ તો આ ટાર્ગેટને વટાવી જવાનો અને એડવટાર્ઇઝર્સ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે પરંતુ નાણાકીય માહિતી આપવાનું ટાળ્યું છે.
અમે કુલ 34 ગ્રાહકો સાથે કરાર કર્યા છે. જેમાંથી વિવો, કોકા કોલા, એશિયન પેઇન્ટ્સ, સિયેટ ટાયર્સ, મેકમાયટ્રિપ વગેરે જેવી કંપનીઆે સાથે અતિઉંચા મૂલ્યના સોદા પણ થયેલા છે. એમ સ્ટાર સ્પોટ્સના એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને એડ સેલ્સના હેડ અનિલ જયરાજે ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.
આ વખતે કેટલીક નવી એડ્વટાર્ઇઝિંગ કંપનીઆે પણ જોડાઇ છે, જેમાં રિલાયન્સ જીઆે, ડોમિનો’ઝ, ફોર્ડ, હેઅર, વોલ્ટાસ, લ્યુમિનસ, સિયેટ ટાયર્સ, એએમએફઆઇ, એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, બ્લૂ સ્ટાર, ક્રાેમ્પ્ટન, ડોલર, પિડિલાઇટ, સ્લીપ વેલ, વેનિસા અને વિમલ પાન મસાલાનો સમાવેશ થાય છે. સ્ટાર ઇન્ડિયાએ અગાઉ અમૂલ, કોલગેટ, કોકા-કોલા, ડ્રીમ 11, એલિસા, મેકમાયટ્રીપ, પારલે એગ્રાે, પારલે પ્રાેડકટ્સ, વીયુ ટીવી, કેન્ટ અને પોલિકેબનાં નામ જાહેર કર્યા હતાં.
અહી નાેંધવું જોઇએ કે, સ્ટારે કો-પ્રેઝન્ટિ»ગ અથવા તો એસોસિયેટ સ્પોન્સર્સના નામ જાહેર કર્યા નથી. કઇ કંપનીએ ટીવીના અને ડિજિટલના સ્પોટ ખરીદ્યા છે તે અંગે પણ માહિતી જાહેર થઇ નથી.
જયરાજે ઉમેર્યું હતું કે, વેચાણની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે અને મને લાગે છે કે, અમે લક્ષ્યાંક વટાવી દઇશું. અમે એડ્વટાર્ઇઝિંગ કંપનીઆેને તેમના બ્રાન્ડ્સ માટે આઇપીએલ થકી ઉંચું મૂલ્ય આપીશુ. સ્ટાર ઇન્ડિયાના અધિકારીઆે આત્મવિશ્વાસુ હોવા છતા સ્ટાર ઇન્ડિયાનાં અને મીડિયા ખરીદી સાથે સંકળાયેલી કંપનીઆેનાં કેટલાંક સૂત્રોએ જણાવ્યું હતું કે, આઇપીએલ માટે માત્ર રૂા.800 ક્રરોડની જ એડ્વટાર્ઇઝિંગ ઇન્વેન્ટરીનું વેંચાણ થયું છે. સ્ટાર ઇન્ડિયાના એક ઉચ્ચસ્તરીય
(અનુ. 12માં પાને)

print

Comments

comments

VOTING POLL