13 વર્ષ બાદ પાછો ફર્યો શક્તિમાન, Video જોઈ લોકોએ કહ્યું કિલવિશ માફ નહીં કરે…

February 20, 2018 at 1:21 pm


આજના સમયમાં ટેલીવિઝનનો એટલો ક્રેઝ નથી જેટલો પહેલા હતો. ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ચંદ્રકાંતા’, ‘ચિત્રહાર’ જેવા પ્રોગ્રામો આવતા હતા. જેને જોવા માટે લોકો અઠવાડિયા સુધી રાહ જોતા હતા. 90ના દશકમાં ‘શક્તિમાન’ બાળકોનો સૌથી લોકપ્રિય શો બનીને સામે આવ્યો હતો. 1997થી શરૂ થયેલો આ શો વર્ષ 2005માં પૂર્ણ થયો હતો. જેમાં મુકેશ ખન્નાએ શક્તિમાનનું પાત્ર ભજવ્યું હતું.હવે તમને વિચાર આવ્યો હશે કે 13 વર્ષ પછી આજે કેમ શક્તિમાન યાદ આવ્યો.. યુટ્યુબ પર શક્તિમાનનું ફેમસ ટાઈટલ સોંગનું નવું વર્ઝન આજકાલ વાઈરલ થયું છે. જેને સાંભળીને તમારી પણ જુની યાદો તાજી થઈ જશે. યુટયુબ ચેનલ માતૃભૂમિ કપ્પા ટીવીએ ‘શક્તિમાન 1000 સીસી’ નામનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં શક્તિમાનના ટાઈટલ ટ્રેક નવા અંદાજમાં સાંભળી શકાય છે.આ વીડિયો પોસ્ટ થયા બાદ અનેક યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરી છે. જેમાં તેઓ જુની યાદ તાજી કરાવવા માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ એવું પણ લખ્યું કે આવું કરવા બદલ કિલવિશ અને ડોક્ટર જેકાલ તેમને માફ નહીં કરે.

print

Comments

comments

VOTING POLL