14 જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્પેશ્યલ ટ્રેલ વિશેષ ભાડા સાથે દોડશે

January 11, 2017 at 10:06 am


પશ્ચિમ રેલવે દ્વારા મકરસંક્રાતિ અને ઉત્તરાયણ નિમિત્તે મુસાફરોની વધતી જતી સંખ્યા અને તેમની સુવિધાને જોતાં અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 14મીએ આ સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન સં.09029 બાંદ્રા ટર્મિનસ અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 14 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 00.20 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડીને 00.53 કલાકે બાેરીવલી 02.58 કલાકે, વાપી 04.27 કલાકે સુરત, 05.15 કલાકે ભરૂચ, 06.15 કલાકે વડોદરા, 06.52 આણંદ, 07.12 કલાકે નડિયાદ, 08.25 કલાકે અમદાવાદ પહાેંચશે.

વાપસીમાં ટ્રેન સંખા 09030 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 14મીએ રાત્રે 21.50 કલાકે અમદાવાદથી ઉપડીને 22.35 કલાકે નડિયાદ, 22.52 કલાકે આણંદ, 23.40 કલાકે વડોદરા, 00.31 કલાકે ભરૂચ, 01.35 કલાકે સુરત, 03.02 કલાકે વાપી અને 05.30 કલાકે બાેરીવલી અને 06.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહાેંચશે.

print

Comments

comments

VOTING POLL