14 ફેબ્રુઆરીએ Xiaomi લોન્ચ કરી શકે છે Mi TV 4

February 13, 2018 at 1:59 pm


ચીની ટેકનોલોજી કંપની શાઓમી 14 ફેબ્રુઆરીએ ભારતમાં એક ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આ દરમિયાન કંપની સ્માર્ટફોન્સ લોન્ચ કરશે અને સાથે જ અન્ય પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરી શકે છે. ઈન્વાઈટમાં 5 લખ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કંપની Redmi Note 5 લોન્ચ કરશે.સોશિયલ મીડિયા પર શાઓમીએ ટીઝર પોસ્ટ કર્યું છે જેનાથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે કંપની ભારતમાં MI TV લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નાની વીડિયો ક્લિપમાં ઘણા લોકો છે જે કંઈક જોઈને ચોંકી રહ્યા છે. આ વીડિયોમાં અન્ય લોકોને પણ ગેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.આ વીડિયોમાં પ્રોડક્ટ નથી દેખાઈ રહી, પરંતુ વીડિયોના અંતમાં એક એજ દેખાઈ રહી છે જે કદાચ Mi TV છે. જો એવું થશે તો આ શાઓમીનું ભારતમાં લોન્ચ થનારું પહેલી ટીવી હશે.આ ટીઝરમાં બ્લૂ ફ્રેમમાં એક મોટી ગ્લોસી ડિસ્પલે દેખાઈ રહી છે. તેને ધ્યાનથી જોતા Mi TV 4ને ધ્યાનથી જોતા સમજી શકાય છે. ઉલ્લેખનીય છે કે Mi TV 4 ચીનમાં ઉપલબ્ધ છે. Mi TV4ની ખાસિયતોની વાત કરીએ તો આ એક પ્રકારનું મોડ્યુલર ટીવી છે, જેમાં તમે સ્પીકર અને મધરબોર્ડ નીકળી શકો છો. આ ટીવીમાં ડોબ્લી એટમ 3D સરાઉન્ડ સાઉન્ડ આપેલો છે.શાઓમીની આ ઈવેન્ટ દિલ્હીમાં 14 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. જેનું લાઈવ સ્ટ્રીમિંગ કંપનીની વેબસાઈટ પર જોઈ શકાશે. રિપોર્ટ મુજબ કંપની આ દિવસે બેથી વધારે પ્રોડક્ટ્સને લોન્ચ કરશે.

print

Comments

comments

VOTING POLL