October 2, 2017 at 10:51 am


સેન મહારાજ યુવા મંડળ ટ્રસ્ટની કાલે મીટીગ
સેન મહારાજ યુવા મંડળ ટ્રસ્ટની એક મીટીગ તા. 3-10 મંગળવારના રોજ રાત્રે 9 વાગે ઘોઘાગેઇટ ખાંઇવાળો ખાંચો, દશાશ્રીમાળી વાણીક જ્ઞાતિના ગેટ સામે ગુણવંતભાઇ મુંજપરાની આેફીસે યોજાશે. જેમાં દરેક સભ્યએ નિયત સમયે ઉપિસ્થત રહેવા ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે.
રાહત દરે મેડીકલ સેવા
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદીક રૂા. 5ના ટોકન દરે તપાસ અને દવા આપવામાં આવશે તથા એકયુપ્રેશરની સેવાનો લાભ મળશે તેમજ આંખો તપાસ કરીને આંખોના, મોતીયા, ઝામર, વેલ વિગેરે આેપરેશન તાપીબાઇ આયુર્વેદીક સરકારી હોસ્પિટલના સહયોગથી હરસ, મસા, ભગંદરના આેપરેશન સોમ થી શનિ સાંજે 4 થી 6 મંગલ આરોગ્ય મંદીર, મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ.આઇ.જી. 24, સોમનાથ મંદીર પાસે, આનંદનગર ખાતે કરાવી આપવામાં આવશે.
યશવંતરાય નાટયગૃહ ખાતે જુની ફિલ્મી ગીતોનો કાર્યક્રમ
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રઘુવીર રામદરબાર સકીર્તન મંડળ કર્મચારીનગર, ફºલસર ચાલો જઇએ સત્સંગ કાર્યક્રમમાં જુના ફિલ્મી ગીતો તથા ભકિત ગીતોનો કાર્યક્રમ રજુ તા. 15-10 ને રવિવારે સાંજે 4 થી 7 યશવંતરાય હોલ ખાતે રજુ થશે.
આમ આદમી પાર્ટીની મીટીગ યોજાઇ
આમ આદમી પાર્ટી 104 વિધાનસભાના સqક્રય કાર્યકરોની મીટીગ મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભા 2017 ની આગામી વિધાનનસભાની આમ આદમી પાર્ટીના ઉમેદવારોની દાવેદારોની નાેંધણી મુજબ ભાવ 104 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ઉમેદવારોના નામો નકકી કરાયા હતા.
ભુતિયામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઇ
ભુતિયા કુમાર શાળા તથા ભુતીયા કન્યા શાળા તથા ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા ભુતિયા કે.નિ.શાળામાં નવરાત્રિ મહોતસ્વનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગરબા સ્પર્ધામાં શ્રેષ્ઠ રાસગરબા ભાઇઆે તથા શ્રેષ્ઠ રાસગરબા બહેનો તેમજ બીજી સ્પર્ધા વિવિધ ડીઝાઇનોમાં આરતીની થાળી તૈયાર કરેલ. બંને સ્પર્ધામાં નંબર 1 થી 3 આપેલ ઇનામ વિતરણ કરાયુ હતુ તેમજ નિજાનંદ પરિવારની થીમ બેટી બચાવો – બેટી પઢાવો અન્વયે બાળકોને સહયોગથી બાળકોને પ્રાેત્સાહીત કરાયા હતા.
બપાડાની વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો
તળાજા તાલુકાના બપાડા ગામની સહજાનંદ વિદ્યાલયમાં વિદ્યાથ}આે અને શાળાના સ્ટાફગણ દ્વારા માતાજીની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી સ્વચ્છતા જાળવવા અને વ્યસનથી દુર રહેવાનો સંકલ્પ લીધો હતો.
સનાતન ધર્મ હાઇસ્કુલમાં આંતરવગ}ય સુર-સંગીત એકપાત્રિય અભિનય સ્પર્ધા યોજાઇ
સનાતન ધર્મ હાઇસ્કુલ ભાવનગરમાં સ્વ.કાંતિલાલ સાકરલાલ ભટ્ટ પ્રેરીત આંતરવગ}ય સુર-સંગીત આંતરવગ}ય એકપાત્રિય અભિનય સ્પર્ધામાં 6 વિદ્યાથ}આેએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબરે તૈલી મુસ્તાક સલીમભાઇ (10/4) તથા qÜતિય ક્રમ માંડળીયા અસલમ ઇસુબભાઇ (9/1) અને તૃતીય ક્રમે ધોળકીયા સંદીપ જે.(9/1) વિદ્યાથ}આે રહ્યા હતા. આ સ્પર્ધામાં રજુ થયેલ પાત્રોએ વાસ્તવિકતા સાથે આદર્શ ગુણો પ્રાપ્ત થાય તેવી મનનીય કૃતિઆે રજુ કરી હતી. સ્પર્ધાના બીજા વિભાગમાં સુર-સંગીત સ્પર્ધામાં 6 વિદ્યાથ}આેએ ભાગ લીધો હતો તેમાં ગુજરાતી લોકગીતો, ભજનો રજુ થયા હતાં. તેમાં પ્રથમ ક્રમે રાઠોડ પાથર્ એચ. (9/1) qÜતીય ક્રમે ચૌહાણ નંદકિશોર એન.(11 સાયન્સ), તૃતિય ક્રમે પ્રજાપતિ મહેન્દ્ર જે.(12 સામાન્ય) વિદ્યાથ}આે રહ્યાં હતાં.
જે.કે.સરવૈયા કોલેજમાં બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાથ}આે માટે વ્યાખ્યાન યોજવામાં આવ્યું
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજમાં સામાજીક સંસ્થાઆે વિષય અંતર્ગત ડો.મનોજભાઇ પરમાર સાહેબ દ્વારા બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુના વિદ્યાથ}આેને સમાજનું કાર્ય કરવા માટે ભારતની સામાજીક સંસ્થાઆેનો પરિચય અને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાથ}આેએ રસપુર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પી.જી.વિભાગના કો-આેડ}નેટર ડો.નેહલભાઇ ત્રિવેદી એમ.એસ.ડબલ્યુના કો-આેડ}નેટર રઘુભાઇ બારૈયા તેમજ બી.એસ.ડબલ્યુના પ્રિિન્સપાલ બીપીનાઇ ચૌધરી ઉપિસ્થત રહ્યા હતા.
નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.એ.ની વિદ્યાથ}નીઆે માટે વ્યાખ્યાન યોજાયું
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાથ}નીઆે માટે આેરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભાવનગરના અજયભાઇ પાઠકનું હિમાલયનો પ્રવાસ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં ભારતના વિકાસમાં અને રક્ષણમાં હિમાલય કઇ રીતે ભાગ ભજવે છે. તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આર.જે.એચ.હાઇસ્કુલનું જીલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે સન્માન કરાયું
સ્પોટ્ર્સ આેથાેરીટી આેફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃિત્તઆે વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-2017નો ઇનામ વિતરણ સમારોહ નડીયાદ મુકામે યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભ-2017માં જુદી-જુદી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર આર.જે.એચ. હાઇસ્કુલ, ઢસા જંકશનની જીલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણમંત્રી તથા રમતગમતના મંત્રી હસ્તે આર.જે.એચ. હાઇસ્કુલના આચાર્યને સન્માનપત્ર અને રૂપિયા 1,50,000નો ચેક આપી સન્માનિત કર્યા હતા.
ભાવેણાનું 2729મુ ચક્ષુદાન
ભાવનગરના પારેખ પ્રવિણચંદ્ર સવાઇલાલ (ઉ.80) નુ અવસાન થતા સદગની ઇચ્છાઅનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનુ પુÎય કાર્ય કર્યું હતુ. જેમાં ઇન્ડીયન રેડક્રાેસ સોસાયટી વતી ડો. યોગેશભાઇ એસ. ઉપાધèયાએ ચક્ષુદાનનો સ્વીકાર કરી અંધજનના લાભાથ£ આ ચક્ષુદાન સર ટી.હોસ્પિ. ભાવ. ને મોકલી આપેલ છે. ભાવનગરનુ આ 2729મુ ચક્ષુદાન થયુ છે.

print

Comments

comments

VOTING POLL