October 3, 2017 at 11:10 am


દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ઇનામ તથા રાસ ગરબા અને સપ્તશતી યજ્ઞ
તા. 5 મી ને ગુરૂવારે શરદ પૂણિર્માના રોજ દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ખોડીયાર માતાનો સપ્તસદી યજ્ઞ તેમજ શૈક્ષણીક ઇનામ વિતરણ તથા શરદોત્સવ અંતર્ગત રાસ ગરબાનુ આયોજન ખોડીયાર મંદીર શાસ્ત્રીનગર બચુભાઇની વાડી ખાતે સાંજનાં 5 વાગે કરાયુ છે તેમજ રાત્રીના મહાપ્રસાદ ભોજનનુ આયોજન પણ કરવામાં આવેલ છે.
શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સમુહ ચોપડા પૂજનનો કાર્યક્રમ
શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા નુતન વર્ષને અનુલક્ષીને આગામી તા. 19-10 ને ગુરૂવારના રોજ સાંજે 7.30 વાગે ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ સોની જ્ઞાતિની હવેલી (મંદીર) માં ઠાકોરજી અને કુળદેવીના પાવન સાનિધ્યમાં પ્રથમ સમુહ ચોપડા પુજનનુ આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં પુજાપો, ફળ, ફºલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે તેમજ ચોપડા પૂજનવિધીમાં હાજર રહી ના શકે તેવા ચોપડા પુજન માટે ટોકન ચાર્જ રૂા. 51 રાખેલ છે. નામ નાધાવવા માટે તા. 18-10 ને બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં જતીનભાઇ કુકડીયા (ચેઇનવાળા, શેરડી પીઠનો ડેલો, ભાવનગર) અથવા હવેલીના મહેતાજી મનુભાઇ ચાંપાનેરીનો સંપર્ક સાધવો. આ કાર્યક્રમ અંગે વધુ વિગત માટે પ્રાેજેકટ ચેરમેન ભાવેશભાઇ ભડીયાદ્રા અથવા નીતીનભાઇ ધાંગધ્રીયાનો શેરડી પીઠના ડેલામાં સં5ર્ક સાધવા શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
આિથર્ક જરૂરીયાતમંદ કુટુંબોની કન્યાઆે માટે નવમો સમુહ લગ્ન
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહામંડલેશ્વર 1008 સ્વરૂપાનંદ સરસ્વતીજીની ઉપિસ્થતીમાં તા. 12-11 ને રવિવારના રોજ આથ}ક જરૂરીયાતમ શિક્ષીત તથા સંસ્કારી કુટુંબોની કન્યાઆેના સમુહ લગ્નનુ આયોજન કરેલ છે. સમુહ લગ્નના ફોર્મ ભરવા અંગેની છેલ્લી તા. 10-10 હોય સોમથી શનિ દરરોજ સવારે 10 થી 12 દરમ્યાન એલઆઇજી 24, સોમનાથ મંદીર પાસે, આનંદનગર ખાતે ભરી જવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
વાિલ્મકી સમાજના બાળકો દ્વારા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરાઇ
વાલ્મીકી બાળકોએ ગાંધી જન્મ જયંતિએ પુષ્પાંજલી અર્પણ કરી ઉજવણી કરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધ્ીજીની જન્મ જયંતિની વાલ્મીકી સમાજના નાના બાળકોએ ગાંધીજીની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ગાંધી વિચાર પ્રચાર સમિતિ હરીજન ભંગી સમાજ સુધારણા સમિતિના ઉપક્રમે જમનાકુંડ વાલ્મીકી વાસ ખાતે કુ.નીશાબેન દાઠીયાએ ગાંધીજીને પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ ભજન ગાઇ પ્રેરણાત્મ સમાજ સેવાની યાદ તાજી કરવામાં આવી હતી.
રેડક્રાસ સોસાયટી દ્વારા ભાવેણાનુ દેહદાન
ભાવનગરમાં રહેતા અમૃતબેન ખોડાભાઇ જાસોલીયા (ઉ.વ.60) નુ અવસાન થતા સદગતની ઇચ્છા અનુસાર તેમના કુટુમ્બીજનોએ દેહદાનનુ પુÎય કર્યું હતુ જે ઇન્ડીયન રેડક્રાેસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગના સંચાલક વિનયભાઇ એસ. કામળીયાએ ઇન્ડીયન રેડક્રાેસ સોસાયટી દ્વારા અણમોલ દેહદાનનો સ્વીકાર કરી રેડક્રાેસ સોસાયટીએ વિદ્યાથ}આેના તબીબી શિક્ષણ અને સંશોધન અથ£ દેહદાન મેડીકલ કોલેજ તબીબી શિક્ષણ માટે મોકલી આપેલ છે.
શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા ગુરૂવારે રાસોત્સવ
શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા શરદ પુણિર્મા નિમિત્તે આગામી ગુરૂવારે રાત્રીના 8.30થી 12 દરમિયાન શહેરનાં મેઘાણી સર્કલમાં આવેલ શ્રીમાળી સોની જ્ઞાતિની હવેલી-મંદિરમાં રાસોત્સવ (રાસ-ગરબા)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રેડીશ્નલ ડ્રેસ, અન્ય કેટેગરીમાં તેમજ બાળકોમાં શ્રેષ્ઠ ખેલૈયાઆેને જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા પ્રાેત્સાહિત કરવામાં આવશે.
ઇન્ટર યુનિવસિર્ટી રાયફલ શુટિંગની સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાથ}નીની પસંદગી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કુ.કંટારિયા કીરણએ તાજેતરમાં યુનિવસિર્ટી દ્વારા આયોજીત રાયફલ શુટિંગની પિસ્તલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ઇન્ટર યુનિ.રાયફલ શુટિંગની સ્પર્ધા માટે એમ.કે.બી.યુનિ.ની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
ભાવેણાનુ દેહદાન
ભાવનગરમાં રહેતા વોરા વેણીલાલ રતિલાલ (ઉ.વ.78) નુ અવસાન થતા સદગતની ઇચ્છા અનુસાર તેમના કુટુમ્બીજનોએ દેહાનનુ પુÎય કર્યું હતુ. જે ઇન્ડીયન રેડક્રાેસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગના સંચાલક વિનયભાઇ એસ. એ સ્વીકારી રેડક્રાેસ સોસાયટીએ વિદ્યાથ}આેના તબીબી શિક્ષણ અને સંશોધન અથ£ દેહદાન મેડીકલ કોલેજ મોકલી આપેલ.
ભાવેણાનું 2729મુ ચક્ષુદાન
ભાવનગરના પારેખ પ્રવિણચંદ્ર સવાઇલાલ (ઉ.80) નુ અવસાન થતા સદગની ઇચ્છાઅનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનુ પુÎય કાર્ય કર્યું હતુ. જેમાં ઇન્ડીયન રેડક્રાેસ સોસાયટી વતી ડો. યોગેશભાઇ એસ. ઉપાધèયાએ ચક્ષુદાનનો સ્વીકાર કરી અંધજનના લાભાથ£ આ ચક્ષુદાન સર ટી.હોસ્પિ. ભાવ. ને મોકલી આપેલ છે. ભાવનગરનુ આ 2729મુ ચક્ષુદાન થયુ છે.

print

Comments

comments

VOTING POLL