October 4, 2017 at 12:50 pm


શિશુવિહાર સંસ્થામાં આજે સાંજે બુધસભા
શિશુવિહાર સંસ્થામાં નિયમીત મળતી શિશુવિહાર બુધસભા કવિઆેની 1935મી બેઠકમાં ગાંધી જયંતિ અનુસંધાને કાવ્યપઠન કૃતિઆે આજે સાંજે 6.30 વાગે વાનપ્રસ્થભવનમાં રજુ થશે.
કાળીયાબીડ કારડીયા રાજપુત સમાજ દ્વારા આવતીકાલે શરદપૂણિર્મા ઉત્સવ
કાળીયાબીડ કારડીયા રાજપુત વિકાસ સમિતિ દ્વારા કાળીયાબીડ વિસ્તારમાં રહેતા કારડીયા રાજપુત સમાજના બહેનો માટે તા. 5 મીને ગુરૂવાર સાંજે 6.30 વાગે પ્રયોશા પાર્ટી પ્લોટ,વિરાણી સર્કલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ઉત્સવમાં કાળીયાબીડ વિસ્તારમાં રહેતા સમાજના વ્éકિતઆેને પ્રવેશ પાસ જેઆેને ન મળ્યા હોય તેઆેએ મહેન્દ્રસિંહ પરમાર ઃ ભગવતી ઝેરોક્ષ એન્ડ આેનલાઇન, ભગવતી સર્કલ પાસે, કાળીયાબીડ તેમજ કીરીટસિંહ જાદવ ઃ રાજશકિત આેઇલ પેઇન્ટ, લખુભા હોલ સામે કાળીયાબીડનો રૂબરૂ સંપર્ક કરી મેળવી લેવા સમિતિ દ્વારા જણાવાયું છે.
તળાજાના શેળાવદર ગામે રામાપીર મંદીરના મહંતનો કાલે મોક્ષ શંખાઢાળ
તળાજા તાલુકાના શેળાવદર પાદરી રોડ પર આવેલા રામાપીર મંદીર (પરબધામની શાખા) ના સંત ધનદાસબાપુ ગુરૂ કરશનદાસબાપુએ દેહત્યાગ કરતા તેમનો મોક્ષ શંખાઢાળ પાટ અને ભજન-પ્રસાદ ને ગુરૂવાર તા. 5-10 ના રોજ આશ્રમ ખાતે યોજાશે.
નંદકુંવરબા મહિલા કોલેજ હોલ ટીકીટ અંગે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાથ}નીઆેને જણાવવાનુ કે આેકટોમ્બરમાં શરૂ થતી યુનિ.ની પરીક્ષાઆેની બીએ, બી.કોમ, બીસીએ, બીબીએ સેમ-2, એફ.વાય, એસ.વાય., ટીવાય., બી.એ. એફ.વાય., એસ.વાય., ટી.વાય., બી.કોમ. એફ.વાય., એસ.વાય., ટી.વાય. બી.બી.એ. એફ.વાય., એસ.વાય., ટી.વાય., બીસીએ એમ.એસ.ડબલ્યુ. સેમ-2-4, એમ.કોમ. સેમ. 2-4, એમ.એ. સેમ-2 ની પરીક્ષાની હોલ ટીકીટ આવી ગયેલ હોય કોલેજ સમય દરમ્યાન મેળવી લેવા કોલેજની એક યાદીમાં જણાવાયું છે.
શરદપૂણિર્મા નિમિત્તે જવાહર બાલવાટીકા કાલે મોડી રાત્રિ સુધી ખુંી રહેશે
આગામી તા.5-10-17ના રોજ શરદપૂણિર્માની રાત્રે જવાહર બાલવાટિકા રાત્રિના 6 થી મોડી રાત્રિ સુધી ખુંી રહેશે. જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે.
જિલ્લા ઉધોગ કેન્દ્ર ભાવનગર ખાતે જીએસટી ફેસીલીટેશન સેન્ટરનો પ્રારંભ
જી.એસ.ટી. અંગે ભાવનગર જિલ્લાના ઉધોગકારોને મુંઝવતા પ્રશ્નો તથા નંબર મેળવવાની પ્રqક્રયા અને આેનલાઈન રીટર્ન ફાઈલ કરવાની પ્રqક્રયા સંદર્ભે જિલ્લા ઉધોગ કેન્દ્ર ભાવનગર ખાતે એક ફેસીલીટેશન સેન્ટર તા. 25 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે જેનો જિલ્લાના મહત્તમ ઉધોગકારોએ લાભ લેવા જનરલ મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર ભાવનગર દ્વારા જણાવાયું છે.
મોબાઇલ વાન દ્વારા વિજ્ઞાન અને ગણિતની માહિતી
બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા ચલાવાતા વિજ્ઞાન વાહિની પ્રાેજેકટ અંતર્ગત મોબાઇલ વાન તા.4-10-17ના રોજ થાેરડી ગામની મુલાકાત લેશે અને વિદ્યાથ}આે અને ગ્રામજનોને આ મોબાઇલવાન દ્વારા વિજ્ઞાન અને ગણિતની માહિતી આપવામાં આવશે.
શિશુવિહાર દ્વારા આંગણવાડીના બાળકોને પોષક આહાર
શેકેલી ચણાદાળ, સીગ, સોયાબીન, ઘઉં ગોળ તથા સીગતેલમાંથી તૈયાર કરેલ 50 ગ્રામ વજનની સુખડીના 34800 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રત્યેક મંગળવારે અતિકુપોષિત 725 બાળકો માટે અઠવાડિયે આપવામાં આવતા 2900 પોષકઆહાર પૈકી 316 આંગણવાડીના બાળકોને એક સાથે ચાર પેકેટ આપવામાં આવશે તેમ સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
148મી ગાંધીજયંતિની વાિલ્મકી જ્ઞાતિ દ્વારા ઉજવણી
સમસ્ત ભાવનગર વાિલ્મકી જ્ઞાતિ સુધારક મંડળ જમનાકુંડ દ્વારા મહાત્માગાંધીજીની 148મી જન્મજયંતિના દિવસે ક્રેસન્ટ સર્કલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ સુરતની આંટીની માળા અને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વાિલ્મકી ભવન જમનાકુંડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઆે અને લોકો મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.
રવિવારે સુરીલી સાંજમાં 6 ફિલ્મોના ગીતો ફિલ્મ ‘રતનથી પ્રેમ રતન ધન પાયો’ રજુ થશે
સ્વામિનારાયણ ગુરૂકુળ આયોજીત રાજેશ વૈñવ પ્રસ્તુત લીમ્કા બુક આેફ રેકોર્ડ દ્વારા પ્રમાણીત સુરીલી સાંજનો 233માેં કાર્યક્રમ સરદારનગર ખાતે ગુરૂકુળ હોલમાં તા.8-10-17ને રવિવારે સાંજે 6 વાગે યોજાશે. જેમાં રતનથી પ્રેમ રતન ધન પાયો સુધીની ફિલ્મો પૈકીની 6 ફિલ્મોના ત્રણ-ત્રણ ગીતો તુમ હમે યું ન ભલ પાઆેગે-ભાગ-4 શિર્ષક અંતર્ગત રજુ થશે.
વિશુધ્ધાનંદ વિદ્યામંદિરમાં નવરાત્રી રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો
વિશુધ્ધાનંદ વિદ્યામંદિર ખાતે નવરાત્રી રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધો.9 થી 12ના તમામ વિદ્યાથ}આે ડી.જે.ના સથવારે રાસ-ગરબા રમ્યા હતા અને શ્રેષ્ઠ ત્રણ બહેનો ખેલૈયા અને ત્રણ ભાઇઆે ખેલૈયા તેમજ સુશોભીત આરતીની સ્પર્ધા પણ કરવામાં આવેલ અને રાસગરબા કાર્યક્રમના અંતે માં જગદંબાની આરતી અને પ્રસાદીનું વિતરણ કરાયું હતું.
0 થી 12 વર્ષના બાળકોને સુવર્ણ પ્રાસના ટીપા પીવરાવાશે
મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાપીબાઇ સરકારી હોસ્પિટલના પુર્ણ સહયોગથી વિનામુલ્યે 0 થી 12 વર્ષના બાળકોને પુષ્પ નક્ષત્રમાં તા.13-10ને શુક્રવારના રોજ સવારે 10 વાગે સુવર્ણ પ્રાસના ટીપાં એલ.આઇ.જી. 24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર ખાતે પીવરાવાશે.

print

Comments

comments

VOTING POLL