October 5, 2017 at 11:20 am


સમય સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા શરદ પુણ}માંની ઉજવણી
સત્ય શોધક કેન્દ્ર દ્વારા આજે ગુરૂવારે સાંજે 5 વાગે 6 સ્વસ્તિક, કોમ્પલેક્ષ, ડોન માનવ બુધ્ધ વિહાર પાસે બુધ્ધ વંદના અને સુખી થવાની સત્ય કથા તેમજ અંધશ્રધ્ધા અને વ્યસનોનું દહન કરવામાં આવશે.
સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા શરદપુણિર્માં ઉજવાશે
સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા શરદપુણિર્માં મહોત્સવનું આયોજન આજે પ્રગતિ મંડળની વાડી ત્રીકોણબાગ વાડી, જોગર્સ પાર્કની સામે ગંીમાં, વિજયરાજનગર ખાતે સાંજે 7 થી 10 કલાક દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ ધ્યાન કરવામાં આવશે ત્યારબાદ નાના બાઇકો માટે ડ્રેસ સ્પર્ધા તથા સમર્પણ પરિવારના તમામ સદસ્યો માટે ટ્રેડીશ્નલ રાસગરબાનું આયોજન કરાયું છે.
ભરતનગરના ભવાની માતાના મંદિરે આજે હવનનું આયોજન
ભરતનગર ખાતે ભવાનીશ્વર મહાદેવ અને ભવાની માતાના મંદિરે માતાજીના સાનીધ્યમાં નવરાત્રી દર્શન આજે ગુરૂવારના રોજ શારદીય પુણિર્માંને દિવસે સવારે 9 વાગે રાખવામાં આવેલ છે. જેમાં સાંજના 5.30 વાગે શ્રીફળ-બીડુ હોવામાં આવશે.
પીએનઆર પાકિર્ન્સન્સ સપોર્ટ ગૃપની ટુર
તા.8ને રવિવારે સપોર્ટ ગૃપમાં આવતાં પાકિર્ન્સન્સ દદ}આેને નાગધણીબા-માળનાથ ટુરમાં લઇ જવાશે. જ્યાં તેમને ફિઝીયોથેરાપી કરાવાશે. પી.એન.આર. હોસ્પિટલથી સવારે 9 વાગે બસ ઉપડશે. તો પાકિર્ન્સન્સ દદ}આે સમયસર ઉપિસ્થત રહેવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
ઝુલેલાલ મંદિરે સિંધુસેના દ્વારા આજે રાસ-ગરબા
ઝુલેલાલ મંદિરે રસાલા કેમ્પના લાભાથ£ શરદ પુનમ નિમિત્તે સિંધુ સેના દ્વારા વિશાળ ગરબાનું આયોજન આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પુનમ નિમિત્તે આેમ પાર્ટી પ્લોટ (ચિત્રા) ખાતે ગરબાનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા સિંધુ સેનાના કાર્યકતાર્આે તડામાર તૈયારીઆે કરી રહ્યા છે તેમ આયોજન કમલેશભાઇ ચંદાણીએ જણાવ્યું છે.
ભગાતળાવમાં આજે
મહાકાળી માતાજીનો સ્વાંગ
ભગાતળાવ, લાલગર બાવાનો મઢ મહાકાળી માતાજીનો સ્વાંગ આજે ગુરૂવારે રાત્રે 3 વાગે એકસાથે ત્રણ મહકાળી માતાજીના સ્વાંગ નિકળશે.
તાપીબાઇ આયુર્વેદિક સરકારી હોસ્પિટલની મોબાઇલ વાન સેવા
મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાપીબાઇ આયુર્વેદીક સરકારી હોસ્પિટલના મેડીકલ વાન દ્વારા દર શુક્રવારે સાંજે 4 વાગે મેડીકલ તપાસ તથા વિનામુલ્યે મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, એલ.આઇ.જી. 24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર, ખાતે અપાશે.
નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ટેટુ સ્પર્ધા યોજાઇ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઇનીગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાથ}નીઆે માટે ટેટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ફેશનને વધુ મહત્વ આપવામાં આવે છે. તેમાય ખાસ કરીને તહેવારો, લગ્નમાં વિવિધ શણગારો કરવામાં આવે છે. ખાસ કરીને અત્યારની ફેશન દુનિયામાં ટેટુને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ટેટુ સ્પર્ધામાં વિદ્યાથ}નીઆેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દક્ષિણામુતિર્માં કાલે બાલમંદિરના શિક્ષકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ
દક્ષિણામુતિર્ વિદ્યાથ} ભવન અને નુતન બાલ શિક્ષણ સંઘનાં સંયુકત ઉપક્રમે શહેરનાં બાલ મંદિરનાં શિક્ષકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ આવતીકાલ શુક્્રવારનાં રોજ સાંજે 5 થી 7 દક્ષિણામુતિર્ બાલ મંદિર, બાલ પમરાટ ખાતે યોજાશે.
રોજગાર કચેરીના પ્રતિનિધિનો પ્રવાસ કાર્યક્રમ
રોજગાર કચેરીના પ્રતિનિધિનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે તેઆે તા. 7ના પિથકાશ્રમ શિહોર ખાતે, તા. 10ના સરકારી આરામગૃહ-ગારીયાધાર ખાતે, તા. 13ના સરકારી આરામગૃહ મહુવા ખાતે, તા. 23ના તાલુકા પંચાયત કચેરી ઘોઘા તથા સરકારી આરામગૃહ તળાજા ખાતે, તા. 30ના પિથકાશ્રમ પાલીતાણા ખાતેના કેમ્પમાં નવી નામ નાેંધણી, નાેંધણી તાજી કરાવવી તથા અન્ય કામગીરી માટે સંબંધિત કર્મચારી/અધિકારી સવારના 11થી 14 કલાક સુધી તાલુકા મથકે મળી શક્શે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે સ્થળે સંપર્ક સાધવાનો રહેશે.
ગુજ.પ્રદેશ કાેંગ્રેસ સમિતિમાં અનિરૂધ્ધસિંહ ગોહિલ અને ભરત બુધેલીયાની નિમણુંક
ગુજ.પ્રદેશ કાેંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા શહેરી વિસ્તાર માટે ચુંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમા ચેરમેન તરીકે નરેશભાઇ રાવળ સહીત 15 સભ્યોની સમિતી બનાવવામાં આવેલ છે. જેમાં ભાવનગરના અનિરૂધ્ધસિંહ ગોહિલ (રંગોલી પાર્ક) તથા મહાનગરપાલિકા વિરોધપક્ષના પુર્વ નેતા અને નગરસેવક ભરતભાઇ બુધેલીયાની કો.આેડ}નેટર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
ખારડી પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી
ખારડી પ્રાથમિક શાળામાં રેન્જ ફોરેસ્ટ આેફિસ-તળાજા દ્વારા આયોજીત વન્ય પ્રાણી સપ્તાહ તા.2 આેકટોબરથી 8 આેકટોબર 17ના અંતર્ગત વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના સરપંચ તેમજ ગામના સરપંચ તેમજ આગેવાનો, શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાથ} અને વાલીઆેને રેન્જ ફોરેસ્ટ અધિકારીએ ઉપિસ્થત રહી વિદ્યાથ}આેને માર્ગદર્શન આપ્યું હતું.
વડવા સમસ્ત બ્રû સમાજ યુવા ગૃપ દ્વારા સમુહયજ્ઞોપવિત
વડવા સમસ્ત બ્રû સમાજ યુવા-ગૃપ (વડવાચોરા) દ્વારા આગામી તા.18-2-18ને રવિવારે જશોનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમુહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવનું દિવ્ય આયોજન કરાયું છે. આ સમુહ જનોઇ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છુક બ્રû બટુકોનાં વાલીઆેએ પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી વિગત ભરી વહેલી તકે પહાેંચતા કરવા વધુ માહિતી માટે નિકુંજભાઇ મહેતા-મો.નં.7777940878 તથા શાંી પ્રવિણભાઇ જોષી 7878217678 મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો.
ખી.લ.બહેરા બાળકોની શાળામાં બધિરદિનની ઉજવણી
ખી.લે.બહેરા બાળકોની શાળામાં સંસ્થાના સ્થાપના દિને વિશ્વ બધિર દિનની ઉજવણી વિશેષ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવી હતી. તેમાં જ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કુલ, ડી.આર.ટાંક સરસ્વતી માધ્યમિક શાળા રઘુકુળ, દક્ષિણામુતિર્ વિનય મંદિર સ્કુલ, નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતની શાળા, વિશુધ્ધાનંદ વિદ્યામંદિર સ્કુલ, અંધ ઉદ્યાેગ શાળાની લોકનૃત્યની પ્રસ્તુતિ તેમજ શાળા દર્શન મુલાકાત કાર્યક્રમમાં સુંદર પ્રસ્તુતિઆે રજુ કરેલ. ખી.લ.બહેરા બાળકોની શાળાના વિદ્યાથ}આેએ લોકનૃત્યની પ્રસ્તુતિ કરી હતી.

print

Comments

comments

VOTING POLL