150 ફૂટ રોડ પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 11 પકડાયા

August 12, 2017 at 1:28 pm


150 ફુટ રોડ પાસે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાછળ શ્રીનાથજી પાર્ક એપાર્ટમેન્ટમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખસોને પોલીસે પકડી પાડયા હતાં.
પોલીસે કહ્યું કે, મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં ચેતન ધરમશી ભાલોડીયા, રાજેશ્રી ઉર્ફે રાધીકા કેતન ભાલોડીયા, જયોત્સના ચમન ઘોડાસરીયા, જાગૃતી દલપત ગામી, કલાવતી દીપક ગરાળા અને દીપક દેવજી ગરાળાની રોકડ ા.17950 સાથે ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ શિવધામ સોસાયટી શેરી નં.2માં ગંજીપાના વડે જુગાર રમતા નાનજી દેવશી ભુત, કરશન અરજણ કુવાડીયા, રમેશ બાબુ પરમાર અને વજુ વીરા મેતા અને જીતુ લક્ષ્મણ ભીંભીને ા.7710 સાથે આજીડેમ પોલીસે ગત રાત્રે પકડી પાડયા હતાં.
જ્યારે જંકશન પ્લોટ-5માં પ્રનગર પોલીસે મોડી રાત્રે બાઈક પર વિદેશી દાની ત્રણ બોટલ લઈ જતાં શાહખ સિકંદર બેલીમ (બજરંગવાડી)અને આસીક ઈકબાલ ગોરી (જામનગર રોડ)ને પકડી પાડયા હતાં. દાનો જથ્થો કયાંથી મેળવ્યો તે વિશે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL