મુકેશ અંબાણી 20 દિન દેશને ચલાવી શકે : રિપાેર્ટમાં ધડાકો

February 13, 2018 at 7:57 pm


વિશ્વના સાૈથી અમીર લોકો પાેતપાેતાના દેશમાં કેટલા દિવસ સુધી સરકાર ચલાવી શકે છે તેને લઇને પણ હાલમાં રસપ્રદ અÇયાસ કરવામાં આવ્યા બાદ કેટલીક રસપ્રદ બાબતાે સપાટી ઉપર આવી છે. આ ઉદ્યાેગપતિઆે અને અબજોપતિઆેની સંપિત્તના આધાર પર ગણતરી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક દેશની સરકારને ચલાવવા કેટલા રૂપિયાનાે ખર્ચ થાય છે તેના આધાર પર આંકડા જારી કરવામાં આવ્યા છે. એમાં જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી 20 દિવસ સુધી સરકાર ચલાવવા સક્ષમ છે. 49 લોકોની આ યાદીમાં ચાર મહિલાઆે છે જેમાં અંગાેલા, આેસ્ટ્રેલિયા, ચીલી અને નેધરલેન્ડમાં મહિલા પ્રભુત્વ ધરાવે છે. વિશ્વના સાૈથી અમીર લોકો કેટલા દિવસ સુધી તેમની સરકારને ફંડ આપી શકે છે તેને લઇને પણ અÇયાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમેરિકાના જૈફ બેજોસની સંપિત્ત 99 અબજ ડોલર છે અને તેઆે અમેરિકાની સરકારને પાંચ દિવસ ચલાવી શકે છે. બીજી બાજુ એમાનસીયો આેટેૅગા 75.3 અબજ ડોલરની સંપિત્ત ધરાવે છે અને તે સ્પેનને 48 દિવસ સુધી ચલાવી શકે છે. જુદા જુદા દેશોના વડાની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી છે. ચીનમાં સાૈથી અમીર લોકોમાં સામેલ જેકમા ચાર દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. આ યાદીમાં જુદા જુદા દેશોના અબજોપતિનાે સમાવેશ થાય છે. જર્મનીમાં સ્વાર્ઝ પાંચ દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. સાયપ્રસના સાૈથી અમીર વ્યક્તિ જ્હોન ફ્રેડરિક્શન 441 દિવસ સુધી તેમની સરકારને ચલાવવા સક્ષમ છે. 23.6 મિલિયન ડોલરના 2018ના ખર્ચના અંદાજ સામે તેમની સંપિત્તની તુલના કરવામાં આવી છે. જાપાન, પાેલેન્ડ, અમેરિકા અને ચીનમાં સાૈથી માેંઘી સરકાર
રહેલી છે. વિશ્વમાં સાૈથી અમીર લોકોની યાદીમાં રહેલા ચીનના જેકમા ચાર દિવસ સુધી કોમ્યુનિસ્ટ પાટીૅને બચાવી શકે છે. જ્યારે જૈફ બેજોસ દુનિયાના સાૈથી અમીર વ્યક્તિ છે. તેઆે પાંચ દિવસ સુધી અમેરિકી સરકાર ચલાવી શકે છે. આંકડા ખુબ જ રસપ્રદ છે. રોબીન હુડ ઇન્ડેક્સ પર સાૈથી વધારે ખર્ચના આંકડા તરીકે આ નવા આંકડા જારી કરાયા છે. બ્લુમબગૅના રોબીન હુડ ઇન્ડેક્સના આધારે આ આંકડા જારી થયા છે.

print

Comments

comments

VOTING POLL