20 કેરેટના ઘરેણાને હોલમાર્કની યાદીમાંથી બહાર રખાતાં સોનીઓનો વિરોધ

June 13, 2018 at 11:31 am


કેન્દ્ર સરકાર દ્વારા 20 કેરેટના ઘરેણાને હોલમાર્કિંગની યાદીમાંથી બહાર રાખવાની કવાયતનો જોરદાર વિરોધ શ થઈ ગયો છે. આ અંગે મેરઠમાં ઘરેણા કારોબારીઓની એક બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે જો સરકાર આવું પગલું ઉઠાવશે તો તેઓ અદાલતના દ્વાર ખટખટાવશે. જો કે સરકારે સ્પષ્ટતા આપતાં કહ્યું કે હજુ આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાયો નથી.
20 કેરેટના ઘરેણાને હોલમાર્ક યાદીમાંથી બહાર રાખવાની તૈયારીને લઈને એશિયાના મુખ્ય ઘરેણા મથક એવા મેરઠમાં વેપારીઓ અને કારીગરોની બેઠક મળી હતી. બેઠક બાદ યુનાઈટેડ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સંજીવ અગ્રવાલે કહ્યું કે સરકારે સંકેત આપ્યો છે કે હવે 14, 18 અને 22 કેરેટ જ્વેલરીની જ હોલમાર્કિંગ થશે અને 20 કેરેટ જ્વેલરીને હોલમાર્કિંગની યાદીમાંથી બહાર રાખવામાં આવશે. કારોબારી અને મોટા કારીગરો રાજકુમાર ભારદ્વાજ, વિપ્નિ કુમાર અગ્રવાલ, કોમલ વમર્,િ ઈનામ અલીએ બેઠકમાં કહ્યું કે મેરઠમાં 20 કેરેટ ઘરેણાનું જ કારીગરો નિમર્ણિ કરે છે. આ હસ્તશિલ્પ હેઠળ આવે છે.

print

Comments

comments

VOTING POLL