20 રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવાશે: જાન્યુઆરીમાં હરાજી

December 30, 2016 at 10:48 am


ભારતીય રેલવે વિભાગ આવતા મહિને રિડેવલપમેન્ટ માટે ૨૦ મોટા સ્ટેશનસથી હરાજી કરવાની તૈયારી કરી રહ્યું છે. વિભાગને આ ૨૦ વલ્ર્ડ કલાસ રેલવે સ્ટેશન્સ બનાવવામાં ખાનગી રોકાણ મળવાનો આશાવાદ છે અને પ્રથમ તબકકામાં રૂા.૧૫,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. પહેલેથી જ નાણાંભીડનો સામનો કરી રહેલા વિભાગને અપેક્ષા છે કે, વધારે બોજ વેઠા વગર રેલવેઝને આવકનો નવો ક્રોત મળી શકશે.
અત્યારે રેલવે દ્રારા ટેન્ડરિંગ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે જેમાં ઘણો સમય લાગે છે એટલે તેણે સ્વિસ ચેલેન્જ મેથડ હેઠળ આ સ્ટેશન્સની કાયાપલટ ખાનગી ડેવલપર્સ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. આ પદ્ધતિ હેઠળ કંપનીએ રેલવે મંત્રાલયને ડેવલપમેન્ટ દરખાસ્ત ઓનલાઈન સોંપવાની રહેશે અને અન્ય કંપની તેમાં સુધારો કરવાનાં સૂચનો આપીને અથવા વધારે સારી દરખાસ્ત કરીને હરીફ પાસેથી પ્રોજેકટ છીનવી શકે છે.
ડેવલપર્સે પ્લેટફોર્મ અને લોંજ સહિતના સ્ટેશન્સની કાયાપલટ કરવાની રહેશે તેમ રેલવે દ્રારા ફાળવવામાં આવનારી જગ્યા પર ડેવલપર્સ હોટેલ, મોલ, મલ્ટિપ્લેકસ અને અન્ય કોમર્શિયલ યુનિટ બાંધી શકશે. ડેવલપર્સને ૪૦ વર્ષ સુધી રેલવેની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવાના અધિકાર મળશે. રેલવે બોર્ડે આ પ્રોજેકટ માટે સ્ટ્રેટેજિક એડવાઈઝરની જવાબદારી બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપને સોંપી છે.
જે ૨૦ સ્ટેશનની કાયાપલટ કરવા માટે બિડ મંગાવવામાં આવશે તેમાં લોકમાન્ય તિલક, પૂણે, થાણે, વિશાખાપટ્ટનમ, હાવરા, અલ્હાબાદ, કામખ્યા, ફરીદાબાદ, જમ્મુ તાવી, ઉદયપુર, સિટી, સિકંદરાબાદ, વિજયવાડા, રાંચી, કોઝીકોડ, યેસ્વન્તપુર, બેંગલોર કેન્ટ, ભોપાલ, મુંબઈ સેન્ટ્રલ (મેઈન), બોરિવલી અને ઈન્દોરનો સમાવેશ થાય છે. આ એવાં સ્ટેશન્સ છે જેમાં રોકાણ બદલ રોકાણકારને સારું એવું વળતર પ્રા થવાની સંભાવના છે. એમ રેલવે બોર્ડના અધિકારીએ કહ્યું હતું

print

Comments

comments

VOTING POLL