2018: તુમ્હે ઔર કયા દું મેં ‘વિશ’ કે સિવા… તુમકો હમારી ઉમર લગ જાયે…

January 1, 2018 at 7:23 pm


આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે. ૨૦૧૭ એક કાળી યાદો સાથેનો ભૂતકાળ બની ગયું છે. ૨૦૧૮ સાથે આપણે શેકહેન્ડ કર્યા છે સાથોસાથ મનમાં ઉજાગર થયેલી અનેક ભાવનાઓ, ઉમ્મીદો, આશા–અપેક્ષાઓ સાકાર થાય તેવી લાગણી ફરીવાર અનુભવી છે. જો કે આ બધું એક સ્ટીરીયો ટાઈપ લાગે છે. નવું વર્ષ આવે છે આપણે જતા વર્ષને અલવિદા કરીએ છીએ, પાર્ટીઓના નાટક થાય છે, નવા વર્ષને વધાવવા માટે કંઈક નખરા થાય છે પરંતુ માણસ જાત સુધરવાનું નામ લેતી નથી. પોતાની જાતને સુધારવા માટે અને દેશને આગળ લઈ જવા માટેનો સંકલ્પ કોઈ કરતા નથી. આવા તો કઈં કેટલાય વર્ષેા ચાલ્યા ગયા છતાં હજુ સુધી એમનામાં કોઈ ફેરફાર થયો નથી. નવા વર્ષની માત્ર એક દેખાવ પુરતી સિન્થેટીક ઉજવણી કરવામાં અને ખુદ આપણી જ પીઠ થપથપાવવામાં આપણે માહિર થઈ ગયા છીએ. સિમ્પલ દાખલો આપીએ તો પાકિસ્તાન જેમ સુધરવાનું નામ લેતું નથી તેમ આપણા દેશના રાજકારણીઓ, અધિકારીઓ, કૌભાંડપ્રેમી ઉધોગપતિઓ, માફીયાઓ, અપરાધખોરો, મહિલાઓ પર જુલ્મ કરનારા દરિંદાઓ દર વર્ષે જાણે પોતાનું લાયસન્સ રિન્યુ કરાવી લે છે અને નવા વર્ષની ઉજવણી કરવાનું નાટક આમને આમ ચાલ્યા કરે છે.

નવા વર્ષે નેતાઓમાં, પ્રધાનોમાં, મંત્રીઓમાં, અધિકારીઓમાં અને થોડા ઘણા અંશે જનતામાં પણ સાચેસાચો રાષ્ટ્ર્રપ્રેમ ઉભરાય તેવી શુભકામનાઓ પાઠવીએ. ૨૦૧૭માં ઘણા બધા એવા કિસ્સા બન્યા છે જયારે મહિલા પર સરેઆમ ધોળા દિવસે અત્યાચાર થતો હોય અને લોકો તેને બચાવવાના બદલે વિડીયોગ્રાફી કરતા હોય. આપણા દેશમાં દર એક કલાકે ત્રણ મહિલાઓ પર રેપ થઈ રહ્યા છે. રોજ સેંકડો મહિલાઓને જુલમનો શિકાર બનાવવામાં આવી રહી છે. નાની નાની બાળાઓ સાથે રેપ થઈ રહ્યા છે. બાળહત્યાનું મહાભયંકર પાપ દેશમાં ફાલીફુલી રહ્યું છે અને આપણા હોમ મિનીસ્ટર સબસલામતના નગારા પર નફટાઈથી દાંડી પીટી રહ્યા છે.

પ્રધાનો અને નેતાઓમાં પોત પોતાના મતક્ષેત્રોના વિકાસ કરવાના સૌથી જરૂરી કામ પ્રત્યે જે ગુનાહિત બેદરકારી જોવામાં આવી રહી છે તે પ્રજા માટે અસહ્ય બની ગઈ છે અને તેનું રિઝલ્ટ સૌરાષ્ટ્ર્રમાં ભાજપને જોવા મળ્યું છે. કોંગ્રેસને તો અનેક રાજયોમાં જોવા મળે જ છે. પ્રજાની સાચી સેવા કરવાની નિા નવા વર્ષે આ લોકોમાં ચમત્કારીક રીતે આવી જાય તેવી પ્રાર્થના કરીએ. ચૂંટણી લડવામાં ઈમાનદારી રાખે, ગુંડાઓને પ્રોત્સાહન ન આપે અને રાજકીય પક્ષો ગુંડાઓને ટિકિટ આપીને મેદાનમાં ન ઉતારે તેવી પણ આશા નવા વર્ષે આપણે રાખી શકીએ.
માફીયાઓ, પોલીસ અધિકારીઓ, બિઝનેસમેનોની ભયંકર સાંઠગાંઠ દેશની જનતાને પાયમાલ કરી રહી છે અને કનડી રહી છે. આ કનેકશન હવે નવા વર્ષમાં તૂટી જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. જે આઠ રાજયોમાં ૨૦૧૮માં ચૂંટણી થવાની છે ત્યાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન થાય તેવી આશા રાખીએ. રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, છતીસગઢ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તેમાં ફરીવાર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટકકર થવાની છે. ચાર રાજયો તો એવા છે કે જયાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટકકર છે. ત્રિપુરામાં સીપીઆઈએમ અને ભાજપ વચ્ચે ટકકર રહેશે. ૨૦૧૮માં આ પરિણામ લોકસભાની ચૂંટણીનો સંકેત આપી દેશે અને તે સેમિફાઈનલ જેવી ચૂંટણી ગણાશે.

નવા વર્ષે આપણા હિન્દી ફિલ્મજગતની કેટલીક ઉઘાડી અભિનેત્રીઓને સંપૂર્ણ અને સારા કપડા પહેરવાની બુધ્ધિ આવે તેવી પ્રાર્થના કરીએ. કેટલાક ટીવી શોમાં જે અશ્ર્િલલતા પીરસવામાં આવી રહી છે તે ખરેખર બધં થઈ જાય તેવી આશા રાખીએ. આપણી ઈકોનોમી વધુ બળવતર બને અને જીએસટી તથા નોટબંધી જેવા ડામ હવે નવા વર્ષે પ્રજાને ખમવા ન પડે તેવી આશા રાખીએ. પેટ્રોલ–ડિઝલ અને અનાજ સસ્તા થાય તેમજ મોંઘવારી સાચા અર્થમાં ઘટે તેવી ૨૦૧૮ પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ. ૨૦૧૭ ગુજરાતમાં ભાજપને ફળ્યું છે અને છઠીવાર તેની સરકાર બની છે. કોંગ્રેસના મોઢે આવેલો જીતનો પ્યાલો ઝુંટવાઈ ગયો છે. જો કે કોંગ્રેસ પોતાની બેઠકો ખુબ જ વધારવામાં સફળ થઈ છે તે માટે તેનો થોડોક નશો રહેશે તે સમજી શકાય તેમ છે પરંતુ આ નશો ૨૦૧૮માં કેટલીક માત્રામાં રહે છે તે જોવાનું રહે છે.
ઈન્ટરનેશનલ લેવલ પર વાત કરીએ તો ૨૦૧૮ પાસેથી આપણે એવી આશા રાખીએ કે પાકિસ્તાન ખરેખર ઈન્સાનિયતનો સબક શીખી જાય તો સારી વાત છે. કુલભુષણ જાદવના પરિવાર સાથે પાકિસ્તાનમાં જે હિન કક્ષાની બદતમીઝી થઈ છે તેનાથી દરેક ભારતીયને માઠું લાગ્યું છે અને પાકિસ્તાન આવી હરકતો દોહરાવે નહીં તેવી આશા રાખીએ. પાકિસ્તાનના શાસકોએ એ વાતો ૨૪ કલાક દિમાગમાં રાખવાની જરૂર છે કે જયારે પણ તેમનો કોઈ સિરિયસ પેશન્ટ ભારતમાં આવે છે ત્યારે ખુબ જ લાગણીસભર રીતે તેની સારવાર થાય છે અને તેને સાજો કરીને પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાકિસ્તાન પણ ૨૦૧૮માં ભારત જેવી જ ઉચ્ચકક્ષાની માણસાઈ અપનાવે તેવી આશા રાખીએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંડપણ ઓછું થાય અને સાચા અર્થમાં એક શાંત અને સુમેળભર્યા વાતાવરણમાં તે અમેરિકાનું શાસન ચલાવે અને વિશ્ર્વભરમાં શાંતિ જાળવવા માટે સહયોગ આપે તેવી નવા વર્ષ પાસેથી આશા રાખીએ.

print

Comments

comments

VOTING POLL