2019ની ચૂંટણી ભાજપ આરામથી જીતશે સામે કોઈ પડકાર જ નથી: અમિત શાહ

July 28, 2018 at 11:08 am


ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે એમ કહ્યું છે કે, મોદના નેતૃત્વ હેઠળ 2019ની ચૂંટણીમાં ભાજપ શ્રેષ્ઠ દેખાવ કરશે તેમાં કોઈ શંકા નથી. શાહે ભારે વિશ્ર્વાસ સાથે આ દાવો કર્યો છે અને હવા ફરી ગઈ છે અને પરિવર્તન થશે તેવા દાવાને ફગાવી દીધા છે. લોકો આજે પણ મોદીને ટેકો આપે છે. ધર્મના આધાર પર મતોનું ધ્રુવિકરણનો પ્રયોગ ભાજપ્ના એજન્ડામાં જ નથી તેમ કહીને શાહે કહ્યું કે, અમારા તરફથી રાજકીય વાતાવરણને કોમવાદી રંગ આપવામાં નહીં આવે. અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એકસપ્રેસ’ને આપેલી ખાસ મુલાકાતમાં શાહે કહ્યું હતું કે, રાજકીય કલાઈમેટ ચેન્જ થશે કે થઈ રહ્યું છે તે વાત ખોટી છે અને ફકત મીડિયામાં જ આ પરિવર્તન છે. દેશના 29 રાજ્યોનાં પ્રવાસ બાદ હં એમ માનું છું કે, ભાજપ્ની તરફેણમાં ઉલટુ પહેલા કરતા વધુ સારું ચિત્ર દેખાય છે. એક મજબુત વેવ પહેલા કરતા જોવા મળ્યો છે.
શાહે ભારે આત્મવિશ્ર્વાસ સાથે એમ પણ કહ્યું છે કે, દૂર દૂર સુધી કયાંય કોઈ ચેલેન્જર દેખાતા નથી. ભાજપ્નો સપોર્ટરોનો બેઝ 11 કરોડનો છે. એમણે કહ્યું કે, આ 11 કરોડ બધા અમારા જ મતદારો છે અને તેમાંથી અડધા પણ મત આપે તો અમે આરામથી ફરી સત્તા પર આવવાના છીએ. મહાગઠબંધનની રચના અને તેનાથી ભાજપ્ને પડકારી મુશ્કેલીની વાતનો છેદ ઉડાડી શાહે કહ્યું કે, લગભગ દરેક રાજ્યમાં આ લોકોને જનતાએ ફગાવી દીધા છે. મીડિયા પર શાહે ઘણા આરોપ મુકયા હતા અને કહ્યું હતું કે, ભાજપ્ના જ કેટલાક માણસો વાતાવરણને કલુષિત કરી રહ્યા છે તેવા દાવા ફકત મીડિયાના છે. એમણે ફરી એવો પુનરોચ્ચાર કર્યો કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઈઝીલી જીતી જશે અને તેમાં અમને કોઈ પડકાર સામે દેખાતો જ નથી.

print

Comments

comments

VOTING POLL