2019માં જો ભાજપ ચૂંટણી જીતશે તો ભારત ‘હિંદુ પાકિસ્તાન’ બની જશેઃ શશિ થરુર
કાેંગ્રેસના નેતા શશિ થરુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે ‘હિંદુ પાકિસ્તાન’ જેવા હાલાત પેદા કરશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે તીખી પ્રતિqક્રયા આપી અને કહ્યું કે કાેંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિંદુઆેને બદનામ કરવામાં કોઈ કસર છોડતી નથી. અહી એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ નવું બંધારણ લખશે જે ભારતને પાકિસ્તાન જેવા દેશમાં બદલવાનો રસ્તો સાફ કરશે, જ્યાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન હશે નહી.
વાત જાણે એમ છે કે તિરુવનંતપુરમાં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ 2019માં લોકસભાની ચૂંટણી જીતશે તો તે હિંદુ પાકિસ્તાન જેવા હાલાત પેદા કરશે. આપણું લોકતાંત્રિક બંધારણ ખતમ થઈ જશે કારણ કે તેમની પાસે એ માટેના તમામ તત્વો છે. તેમનું નવું બંધાણ હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતો પર આધારિત હશે. જેનાથી અલ્પસંખ્યકોની સમાનતાના અધિકાર ખતમ થઈ જશે. આવામાં દેશ હિંદુ પાકિસ્તાન બની જશે.
સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ માફી માંગે
થરુરના આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કાેંગ્રેસ દેશને નીચું દેખાડવા અને હિંદુઆેને બદનામ કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી. તેમણે ટિંટ કરીને લખ્યું કે થરુર કહે છે કે ભાજપ 2019માં સત્તામાં આવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે! બેશર્મ કાેંગ્રેસ ભારતને નીચુ દેખાડવાની કોઈ તક છોડતી નથી. હિંદુ આતંકવાદીઆેથી લઈને હિંદુ પાકિસ્તાન સુધી… કાેંગ્રેસની પાકિસ્તાનને ખુશ કરનારી નીતિઆેનો કોઈ જવાબ નથી. પાત્રાએ આ બદલ કાેંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવા પણ કહ્યું.