2019મા સીમા પર પાક. તરફથી બમણા હુમલા થયા

January 19, 2019 at 10:51 am


પાક. સાથે જોડાયેલી ભારતની સીમા પર અને કાશ્મીરમાં અંકુશરેખા નજીક પાકિસ્તાન દ્વારા યુધ્ધ વિરામના ઉંંઘનમાં પાછલા વર્ષે ગંભીર વધારો કરવામાં આવ્યો છે અને લગભગ આ હરકતો બમણી કરી નાખી છે. છેલ્લા 10 વર્ષમાં 2018નું વર્ષ સીમા પર ભયંકર રહ્યું છે અને પાકિસ્તાને સેંકડો વખત યુધ્ધ વિરામનો ઉંંઘન કરીને ગોળીબાર અને તોપમારા કર્યા છે અને તેની સંખ્યા 2018મા બમણી કરી નાખી હતી.
આ અંગે તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ બધો ખુલાસો થયો છે અને ગયા વર્ષે કુલ 2140 વખત પાકિસ્તાની દળોએ યુધ્ધવિરામનું ઉંંઘન કર્યું હતું. સલામતી અને મિલિટ્રી તંત્ર દ્વારા આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં આંકડાકિય માહિતી પુરી પાડવામાં આવી છે.
પાકિસ્તાની દળોએ કરેલા ગોળીબાર અને તોપમારામાં ઘણાબધા નાગરિકોના પણ મૃત્યુ થયા છે અને અનેક જવાનો પણ શહીદ થયા છે, ઘણા બધા જવાનો ઘાયલ પણ થયા છે. જો કે તેની સામે ભારતીય દળોએ પણ પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં ઘણીવાર સફળતાઆે મેળવી છે અને અંદર સુધી જઈને પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી આવ્યા છે આમ છતાં 2018ના વર્ષમાં પાકિસ્તાની દળોએ ઉશ્કેરણીની સંખ્યા ડબલ કરી નાખી હતી. સીમાપારની આ ઉશ્કેરણી ભારત સહન કરી રહ્યું છે અને વડાપ્રધાન આક્રમક હોવા છતાં પાકિસ્તાની દળો તરફથી થઈ રહેલા યુધ્ધ વિરામના ઉંંઘનો બંધ થતાં નથી તે પણ ચિંતાનો વિષય છે. ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા તે પહેલાંથી જ સીમા પર પાકિસ્તાની દળોએ ઉશ્કેરણીજનક હરકતો બમણી કરી નાખી હતી. ઈમરાને ભારતને વાતચીતની આેફર કરી ત્યારે પણ આતંકી હુમલા વધી ગયા હતા અને પાકિસ્તાની દળોએ યુધ્ધ વિરામના ઉંંઘન ચાલુ રાખ્યા હતા. પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકી દેવાની જરૂર છે અને ઈરાન અને નોર્થ કોરિયાની જેમ જ તેને બ્લેકલિસ્ટ કરીને તેના પર ઘણા બધા નિયંત્રણો લાદવાની જરૂર છે પરંતુ આ બાબતમાં હજુ સર્વસંમતિ થતી નથી. પાકિસ્તાની દળો કોઈ કાળે સુધરતા નથી અને ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે છતાં તે લોકો ઉશ્કેરણી ચાલુ રાખી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ફરીવાર અંદર ઘૂસીને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવાની જરૂર છે એવું લાગે છે.

print

Comments

comments

VOTING POLL