2020 સુધીમાં ગંગા નદી થશે સંપૂર્ણ સ્વચ્છ: નીતિન ગડકરી

August 31, 2018 at 10:47 am


ગંગા નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કર્યો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આશા જતાવી હતી. નનામી ગંગે મિશનના 221 પ્રોજેક્ટ રૂ. 22,238 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રગતિમાં છે. તેમણે જણાવ્યું હતું કે કામ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં 2020 સુધીમાં ગંગા સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે, તેમ તેમણે જણાવ્યું હતું. માર્ચ, 2019 સુધીમાં 70 ટકા જેટલું કામ પૂરું થશે. ગંગાને સાફ કરવા સાથે જે ગટરોનું પાણી તેમાં ઠલવાય છે તેની સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે. આ કામ માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમ જ ખાનગી કંપ્નીઓને કામ આપવામાં આવ્યું છે કારણ કે આ માટે કોઈ પાલિકા કે સરકારી એજન્સી પર આધાર રાખી શકાય તેમ નથી, તેમ ગડકરીએ ઉમેર્યું હતું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે આમ જણાવ્યું હતું

print

Comments

comments

VOTING POLL