May 9, 2018 at 10:14 am


ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ

રેડક્રાેસ સોસાયટી જામનગર તથા લાયન્સ કલબ આેફ જામનગર (ઇસ્ટ) ના સંયુકત ઉપક્રમે અમદાવાદના પેઇન કલીનીકના નિષ્ણાંત ડો. શાહિલ પટેલ દ્વારા, સાંધાનો દુઃખાવો, સ્પોન્ડાય લોસીસ, ઘુંટણનો દુઃખાવો, મણકાનો દુઃખાવો, કમરની ગાદી ખસવાથી થતો દુઃખાવો વિગેરે દર્દનું નિદાન તથા સારવારની સલાહ માટે ફ્રી કેમ્પ રેડક્રાેસ ભુવન, નેશનલ હાઇસ્કુલ કમ્પાઉન્ડ જામનગરમાં તા. 11-5-2018 શુક્રવાર સવારે 10.30 થી 1.30 કલાકે યોજવામાં આવશે. દદ}આેએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આશાપુરા માતાજીનો માંડવો

જામનગરના સુભાષબ્રીજ નજીક આવેલા હઠીલા હનુમાજીના મંદિરની સામે ખોડીયાર મિત્ર મંડળના અશોકભાઇ બારીયા, નેમીશ જેઠવા, મહેશભાઇ મકવાણા, ગૌરવભાઇ, આશીષભાઇ સહિતના મિત્રો દ્વારા તા. 10ના રોજ આશાપુરા માતાજીના માંડવાનું આયોજન કર્યું છે. જેમાં બપોરે 12.30 કલાકે મહાપ્રસાદ તેમજ રાવળદેવ દિનેશભાઇ (ગાેંડલવાળા) તથા તેમના પુત્ર દ્વારા ડાકલાનો કાર્યક્રમ યોજાશે તો ધર્મપ્રેમી લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL