June 30, 2018 at 12:13 pm


નંદકુંવરબા કોલેજ દ્વારા વિદ્યાથ}નીઆે માટેની વિનામુલ્યે બસ સેવાનો પ્રારંભ કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણી ઃ લોકસંગીતના કાર્યક્રમએ કર્યા સહુને ખુશ
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા ભાવનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાંથી વિદ્યાથ}નીઆે ઉચ્ચ અભ્યાસ માટે સરળતાથી આવી શકે તે હેતુથી વિદ્યાથ}નીઆે માટે વિનામુલ્યે બસ સેવાનો પ્રારંભ કરાયો છે. તા.29ના આ બસ સેવાનો ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. 28મીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કેટલાક રૂટનો પ્રારંભ કરાવાયા બાદ 29મીએ ઉંડવી, ઘોઘા, તથા સમરસ હોસ્ટેલથી કોલેજ સુધીના રૂટનીે ફ્રી બસ સુવિધાનો પ્રારંભ શહેરના યશવંતરાય નાટéગૃહ ખાતે જીતુભાઇ વાઘાણીને હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતી લોક સંગીત આજની યુવા પેઢી જાણી અને માણી શકે તેવા હેતુથી ‘દીકરી વ્હાલની વીરડી’ શીર્ષક હેઠળ ભાતીગળ લોક સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં રાજેશ્રીબેન પરમાર તથા શામજીભાઇ મકવાણાએ લોકસંગીત અને લોકગીતોની જમાવટ કરી હતી. જીતુભાઇએ પણ આ કાર્યક્રમમાં છેક સુધી માણી પ્રશંસા કરી હતી.

print

Comments

comments

VOTING POLL