August 7, 2018 at 12:26 pm


ગ્રાહકોમાં જાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન
ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા 1પ મી આેગષ્ટ 2018 સ્વાતંત્રદિન રાિષ્ટ્રય પર્વ અતંર્ગત ગ્રાહકની વિશેષ જાગૃતિ-જાણકારી માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમા શહેરની 20 જેટલી શાળાઆે ભાગ લેશે. સ્પર્ધામાં ભાગ લેનાર શાળાઆેએ તેમના વિદ્યાથ}નું નામ તા.7-8 સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ, સરદાર સ્મૃતિ, કેસન્ટ્ર, ભાવનગર ખાતે મોકલી આપવા જણાવ્યું છે.
આૈદ્યાેગિક તાલીમ સંસ્થા વંભીપુરમાં પ્રવશે અંગે
આૈદ્યાેગિક તાલીમ સંસ્થા વંભીપુર ખાતે પ્રવેશ સત્ર 2018ના બીજા રાઉન્ડ માટ 10-8 સુધીમાં આેનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. આથી પ્રવેશ લેતા ઇચ્છુક તાલીમાથ}આેને નિયમ સમય મર્યાદામાં ફોર્મ ભરી જવા જણાવવામાં આવેલ છે.
રૂા.10ના ટોકન દરે મેડીકલ સેવા
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થાેના સહયોગથી ડો.એન.ડી.ત્રિવેદીની સેવાથી રૂા.10/-ના ટોકન દરે સોમવારે સાંજે 4 થી 6 મંગળ આરોગ્ય મંદિર, (મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ.આઇ.જી.24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર) ખાતે ઉપલબ્ધ છે.
સ્વા.વિદ્યાલય ઉ.મા.શાળા પડવામાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ અને ગુરૂવંદના યોજાયો
સ્વામીનારાયણ વિદ્યાલય ઉ.મા.શાળા પડવાનો શૈક્ષણિક પ્રવાસ ભંડારિયા ડુંગરવાળી ખોડિયાર માતાજી અને ધાવડી માતાજીએ યોજાયો જેમાં 340 વિદ્યાથ} જોડાયેલ. વધુમાં શાળાના પરિચરમો ગુરૂપૂણિર્માના દિવસે ગુરૂવંદના કાર્યક્રમ રાખેલ. ગુરૂજનો દ્વારા ગુરૂ અને શિષ્યનું મહત્વ સમજાવેલ. ભજન, ધૂન, દ્રષ્ટાનો અને સૌરાષ્ટમાં ચાલતા આશ્રમ વિશેની વાતો કરી સમજણ આપેલ. પ્રવાસની જવાબદારી સંજયભાઈ ભટ્ટે લીધેલ. ગુરૂવંદના કાર્યક્રમની જવાબદારી જલ્પબેન ઉપાધ્યાયે લીધેલ.
લેઇટ ફી સાથે હિન્દી પરીક્ષાના ફોર્મ ભરવાની છેંી તા.8 આેગષ્ટ્ર
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વધા) દ્વારા આગામી તા.29-30 સપ્ટેમ્બર-18ના રોજ હિન્દીની વિવિધ પરીક્ષાઆે શુÙ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ, રાષ્ટ્રભાષા પરિચય (ધો.10 હિન્દી સમકક્ષ), રાષ્ટ્રભાષા કોવિદ (ધો.12 હિન્દી સમકક્ષ તથા રાષ્ટ્રભાષા રત્ન (બી.એ.હિન્દી સમકક્ષ) પરીક્ષાઆે લેવાશે. આ પરીક્ષાઆેના ફોર્મ લેઇટ ફી સાથે તા.8-8સુધી ભરાશે.
જુડો સ્પર્ધામાં કે.આર.દોશી કોલેજનો ચિરાગ સોલંકી પ્રથમ
એમ.કે.ભાવનગર યુનિવસિર્ટી દ્વારા વર્ષ 2018-19ની આંતર કોલેજ જુડો ચેિમ્પયન શીપ સ્પર્ધા યોજાઇ ગઇ જેમાં સ્થાનિક કે.આર.દોશી ગ્રુપ આેફ કોલેજીસનો વિદ્યાથ} સોલંકી ચિરાગ બી. જૂડો સ્પર્ધામા પ્રથમ આવતા કોલેજના ટ્રસ્ટી અમરભાઇ આચાર્ય, કેતનભાઈ પંડéા અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
શાળા નં.52ના વિદ્યાથ}આેનો જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ
કુંભારવાડાના અક્ષરપાર્ક ખાતે આવેલ શાળા નં. 52 ના સાત વિદ્યાથ}આેએ ડિપ્લોમા ઇન યોગ ભાવનગર યુનિવસિર્ટિ તથા સંસ્કૃતિ અને યોગ ગઠન-ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા કક્ષાએ યોજાયેલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાથી બીજા ક્રમે મી. યોગી હિતેન મકવાણા , ચોથા ક્રમે વેગડ કેવલ અને છઠા ક્રમે ચૌહાણ કરણ શ્રેષ્ઠ દેખાવ કરતાં ચેરમેન નિલેશભાઇ રાવલ, શાસનધિકારી જિગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા, આચાર્ય ઝુબેરભાઈ કાઝી એ અભિનદન પાઠવેલ છે. બીજા ક્રમે મી. યોગી હિતેન મકવાણા રાજ્ય કક્ષાની યોગ ટુનાર્મેન્ટ રમવા કાયાવરણ ખાતે રમવા જશે.

print

Comments

comments

VOTING POLL