August 27, 2018 at 12:24 pm


સાતમ-આઠમમાં બાલવાટીકા બપોરે 12થી રાત્રે 9 કલાક સુધી ખુંી રહેશે
તા.2 શીતળા સાતમ તથા તા.3ના રોજ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે જાહેર જનતા તેમજ નાના ભુલકાઆેના આનંદ પ્રમોદ માટે જવાહર બાલવાટીકાનો સમય બપોરે 1ર થી રાત્રીના 9નો રહેશે.
ડ્રેનેજ અંગેની ફરીયાદ અંગે
ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની યાદીમાં જણાવવામાં આવે છે કે, ડ્રેનેજ વિભાગને લગતી ફરીયાદો ફોન નં.8141911911 ઉપર આેફીસ સમય દરમ્યાન નાેંધાવી શકાશે જેની જાહેર જનતાને નાેંધ લેવા જણાવાયું છે.
નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાથ}નીઆે સાડી ઉઘોગ જેતપુરની મુલાકાતે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવસિર્ટી સંલગ્ન નંદકુવરબા મહીલા કોલેજની એફ.ડી.વિભાગની વિદ્યાથ}નીઆેએ બાંધણી અને સાડીઆે જયાં બને છે તે સ્થળ જેતપુરની મુલાકાતે લીધી હતી. આ મુલાકાત દરમ્યાન હાલની આધુનીક મશીનરીનો ઉપયોગ કરી સાડીઆે અને બાંધણીને કલાત્મક કોતરણી અને ડીઝાઇન કઇ રીતે કરવામાં આવે છે ં તેની જાણકારી મેળવી હતી. તેમજ એક દીવસમાં વધારેમાં વધારે સાડીઆે અને બાંધીણીનું ઉત્પાદન કરી તેનું પેકીગ કેવી રીતે કરવામા આવે છે ં તેની સંપુર્ણ માહિતી વિદ્યાથ}નીઆેએ મેળવી હતી.
રેડક્રાેસ સોસાયટીના સહયોગથી વિનામુલ્યે રસીકરરણ કેમ્પ
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેડક્રાેસ સોસાયટી ભાવનગરના સહયોગથી વિનામુલ્યે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોલીયો, પેન્ટાવેક, બી.સી.જી., એમ.એમ.આર., ટાઇફોઇડ, વિટામીનએ વિગેરે તમામ રસીઆે દર ગુરૂવારે સાંજે 4 થી 5, સ્થળ ઃ- મંગળ ચેરીટેબલ ટ્રસ્ટ, (એલ.આઇ.જી.24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર) ખાતે મુકવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાથ}આેને જોગ
ન્યુ દિંી તથા શિમલા દ્વારા કે.જી.1, કે.જી.ર તથા ધોરણ ઃ- 1 થી 1ર તથા કોલેજ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધા તા.16-9-2018ને રવિવારના રોજ તેજસ્વી સ્કુલ ભાવનગર ખાતે યોજાશે. સ્પર્ધાની એન્ટ્રી ફી-50/- રહેશે. દરેક સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાથ}આેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. નામ નાેંધણી તથા વધુ માહિતી માટે સોમવાર થી શનિવાર સવારે 10 થી 1ર દરમિયાન તેજસ્વી સ્કુલ (બાલયોગીનગર, ઘોઘારોડ, ભાવનગર) ખાતે રૂબરૂ સંપર્ક કરવો.
નૂતન યશોપવીત ધારણ વિધી વંભીપુર
વંભીપુરના શુકલ યજુર્વેદી બ્રાûણોને નૂતન યશોપવીત ધારણ વીધી શ્રાવણસુદ 1પ ને રવિવારે તા.26ના સવારના 9-00 કલાકે સંન્યાસ આશ્રમ વંભીપુર ખાતે છે. વિધી પુરોહિત નિરંજનભાઈ દવે કરાવશે.
ખંઢેરા પ્રા.શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી
તળાજા તાલુકાના ખંઢેરા ગામે આવેલી ખંઢેરા પ્રા.શાળામાં ભાઇબહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના ધો.1 થી 8ના બાળકો તથા સમગ્ર શાળાના સ્ટાફગણે ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિવાર વતી કાર્યક્રમનું આયોજન સફળ બનાવવા પ્રયાસો કર્યા હતા.
લોકભારતી સણોસરા ખાતે મુળશંકશરભાઈ મો.ભટ્ટ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન
લોકભારતી સણોસરા ખાતે મુળશંકરભાઇ મો. ભટ્ટ વ્યાખ્યાન માળાનું વ્યાખ્યાન આગામી શુક્રવાર તા.7ના યોજાશે. કેળવણીકાર અને ગાંધી વિચારના મર્મજ્ઞ મુળશંકરભાઇ મો.ભટ્ટ વ્યાખ્યાન માળાના ઉપક્રમે ચૌદમું વ્યાખ્યાન કવિ અને લોકભારતીના જ વિદ્યાથ} મનોહરભાઇ qત્રવેદી આપશે. આગામી શુક્રવાર તા.7ના મૂ.મોભટ્ટ ઃ અભિવ્યકિત આચરણ વિષય પર આપવામાં આવશે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં સારસ્વત ભવન ખાતે આયોજન થયેલ છે.
લો કોલેજના રીપીટર વિદ્યાથ} જોગ
આેકટ્રાેબર-2018ની પરીક્ષાના આવેદન પત્રો આેનલાઇન ભરાય છે. તેનો પ્રાેગામ કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ છે તે પ્રમાણે ફોર્મ ભરી દેવા અને તેની નકલ કોલેજ કાર્યાલયમાં જમા કરાવી દેવા જણાવાયું છે.
માં આનંદનો ગરબો અને ગોખ પુરાશે
તા.27-8ને સોમવારે રાત્રે 9-30 કલાકે વડવા-ખડીયા કુવા આનંદ ગરબ પરિવારનાં માતાજીના પાઠ તથા અન્નપુણાર્બેન ભાગજીઇ બારૈયા તરફથી માતાજીનો ‘ગોખ’ વડવા નિજ મંદિરે ભાવનગર ખાતે રાખેલ છે.

print

Comments

comments

VOTING POLL