December 21, 2018 at 2:19 pm


વિદ્યાથ}આેના જ્ઞાનમાં વૃધ્ધિ થાય તે હેતુથી નંદકુંવરબા કોલેજમાં વર્કશોપ યોજવામાં આવ્યો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.સંલગ્ન નંદકુંવરબા મહીલા કોલેજમાં વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં લક્ષ્મણ વાઢેરે ભારતીય ઇતિહાસ વિષય પર વિદ્યાથ}આેને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાથ}આેને વિસ્તૃત જ્ઞાન મળી રહે હે અંતર્ગત લક્ષ્મણ વાઢેરે ભારતના ઇતિહાસનું મહત્વ કેટલુ છે તેના વિશે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.
એકસલેન્ટ યુવક મંડળ સોસીયા દ્વારા ખેડૂત દિલ્હી યાત્રાનું આયોજન
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય માન્ય સંસ્થા એકસલન્ટ યુવક મંડળ સોસીયા દ્વારા વિર્વિધ પ્રાગ્રામનુઃ આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે સરકાર અને દાતાના સહયોગથી ખેડૂતો માટે દિલ્હી યાત્રા અને વૃધ્ધો-સિનીયર સીટીઝન માટે દિલ્હી યાત્રા અને વૃધ્ધો-સિનીયર સીટીઝન માટે હરીદ્વાર ગંગા સ્નાનું આયોજન કરવામાં આવેલ છે. જોડાવવા માંગતા ખેડૂતો તેમજ વૃધ્ધોએ જરૂરી ફોર્મ એકસેલન્ટ યુવક મંડળ 31 રામેશ્વર કોમ્પ્લેક્ષ, ઘોઘા રોડ લીબડીયુ ભાવનગર ખાતેથી તા.ર7/1ર/ર018 પહેલા મેળવીને ભરી આપવામાં આવે છે. વધુ વિગતો માટે 9824284093 ફોન કરવો.
માતંગી કો-આેપરેટીવ સોસાયટીનો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ
માતંગી કો-આેપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.ભાવનગર પોતાની કલ્યાણકારી પ્રવૃિત્તના ભાગરૂપે સભાસદોના પુત્રી અને પુત્રીઆેને અભ્યાસમાં પ્રાેત્સાહીત કરવા માટેનો શૈક્ષણિક ઇનામ વિતરણનો સમારંભ સાંજના 4 વાગે ભાવનગર ખાતે યોજવામાં આવેલ. આ સમારંભમાં નિમંત્રણો, સભાસદો તથા વિદ્યાથ}આેને સમયસર હાજરી આપવા સોસાયટીના ચેરમેન કલ્પેશભાઇ એચ.કાપડીયા તથા મેનેજીંગ ડીરેકટર જીતેન્દ્રભાઇ દેસાઇએ આમંત્રણ પાઠવેલ છે.
શિશુવિહાર બુધસભાના ઉપક્રમે બાળકો, યુવાનો માટે કાવ્યલેખન સ્પર્ધા
શિશુવિહાર બુધસભા આગામી મહીને પોતાનો ર000મો મહીનો ઉજવી રહ્યાે છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આગામી તા.રપને મંગળવારે સવારે 10 કલાકે શિશુવિહાર ખાતે બાળકો, યુવાનો માટે કાવ્ય લેખનનું સ્પર્ધામાં આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધા ચાર વિભાગોમાં યોજાશે. જેમાં ધો.પ થી 1ર સુધીના શાળાના વિદ્યાથ}આે તેમજ સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા યુવાનો ભાગ લઇ શકશે. કાવ્ય લેખન માટેના વિષયો સ્પર્ધા સમયે આપવામાં આવશે. તમામ વિભાગોમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને બુધસભાના ઉજવણી કાર્યક્રમમાં કાવ્ય પઠનની તક મળે અને પુરસ્કૃત કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL